________________
૧૮૧
વિચાર કરી મારી પાસેથી જવા નીકળી. જાણે બાંધી રાખી હોય તેમ મુશ્કેલીએ પગલા ભરતી, પાછું વાળી વારંવા૨ જોતી ચિત્રવલભિકા (અગાશી) તરફ ચાલી.
તેને ગયા વધારે વાર નહીં થઈ હોય તે તુરત હું ઉઠી. ફૂલના ગુચ્છા બરોબર બાંધી લીધા. ચણીયાનું નાડું બરોબર બાંધી લીધું. પગથી માથા સુધી ચનાઈ કપડું ઓઢી લીધું. ઝાંઝરનો ઝમકારો મહામુશ્કેલીએ રોકી ધીમે ધીમે બારણા સુધી ચાલી આવી. મહેલ પરથી ઉતરી ચારે તરફ ભયથી જોયું. આગળ ચાલી મહેલની કક્ષાઓ વટાવી કન્યાન્તઃપુરની પરિચારિકાઓ ગમ્મતમાં મશગુલ હતી, ગાન, તાનમાં લાગી હતી તેથી મને કોઈએ જોઈ નહીં પાછળના ભાગમાં એક શૂન્ય બારી હતી તેમાંથી બહાર નીકળી.
ત્યાંથી જ કુસુમાકર બાગની શરૂઆત થતી હતી... શું સુંદર બાગ ! શહેરનું એક જોવાલાયક સ્થળ હતું. મારા પિતાએ આનંદ ખાતર કરાવ્યો હતો. અને તેનું નામ પણ પોતાના નામ પરથી પાડ્યું હતું. અને તે જ આ બાગ, કે જેમાં મારી માતાએ જ પ્રતિષ્ઠા કરાવેલ કામદેવનું મંદિર છે ને જેમાં પુજા કરવા જવા કાત્યાયનીકા દ્વારા સવારે મને કહેવડાવ્યું હતું. તે જ બાગમાં હું આવી પહોંચી.
વિચાર કર્યો—‘શહેરના માણસો યાત્રા માટે આ રસ્તેથી જા આવ કરે છે. રખે મને કોઈ ઓળખે.'' તેથી એ રસ્તો છોડી આડો માર્ગ લીધો. ચંદ્રોદય થયો હતો. ચંદ્રિકામાં આગળ આગળ ચાલવા લાગી. પક્ષીઓ માળામાં પાંખો ફફડાવતા હતા તેથી હું વહેમાતી કે પાછળ કોણ આવ્યું ? સાળુનો છેડો વેલાઓમાં