________________
૧૯૧
મને ‘ઉપકારી’ કહી મારા વખાણ કરી રહી છે. હું કોણ એના ઉપર ઉપકાર કરનારો ? કરવાનું હતું તે તો તે જ કર્યું છે. રોજ ઈનામ આપી આપી રીજવેલ સખીઓ અને પરિજનોમાંથી તું એકલી જ આજે એના કામમાં આવી છો. જવા માટે વિસર્જન કરી છતાં ચમત્કારીક બુદ્ધિથી સખીનો મરણ માટેનો વિચાર જાણી અગાશીમાં જ ભરાઈ બેઠી “આ ક્યાં ચાલી ?' એમ કહી તેમની પાછળ પાછળ ગઈ. “હાલ મને થોડી વાર છે. સાંજે બાગમાં જઈશ” એવી રીતે સવારે કાત્યાયનીકા દ્વારા માને કહેવડાવ્યું હતું, તેથી કદાચ બગીચામાં ગઈ હશે. એમ ધારી બગીચામાં આવી. સખીને શોધવા આમ તેમ પ્રયત્ન કર્યો. જોઈને ગળે ફાંસો તોડવા ઘણી મહેનત કરી. અતિ પ્રેમાળ ! તારી ભક્તિના ને સ્નેહના કેટલાક વખાણ કરું ? માત્ર એક કામ ખોટું કર્યું છે. તે એ કે હું જ આના મહાઅનર્થનો હેતુ હોવા છતાં મને ઉપકારી કરી શરમાવ્યો છે, ને આની પાસે પ્રણામ કરાવી અર્થીની પદવીએ પહોંચાડ્યો છે. સ્મરણ માત્રથી, નામ લઈને બોલાવવા માત્રથી, ને સામાન્ય પરિજન તરફ વ્યાપારવાની દૃષ્ટિદાન માત્રથી જ હું કૃત કૃત્ય થાઉં છું.
બંધુસુંદરી-“મહાભાગ ! મારા અભિપ્રાયથી આપ આના મહાન અર્થ હેતુ છો. તેથી આપનો ઉપકાર માનવો મને ઉચિત જણાયો અને તેથી જ મેં ઉપકાર માન્યો છે. માત્ર હવે તમારા અભિપ્રાયથી પુછું છું કે–તમે આના અનર્થ હેતુ કેવી રીતે ? કેમકે આ હંમેશ અંતઃપુરમાં રહે છે. કોઈ પણ પુરૂષનો સંસર્ગ નથી, અને તમે હમણાં જ જોવામાં આવ્યા છો.”
રાજકુમાર હસ્યા, ને બોલ્યા: