________________
૧૮૫
આપ્યું. બહાર નીકળી ત્યારે પકડી કેમ નહીં ? પાછળ દોડીને બીજા માણસોને બોલાવવા પોકાર કેમ ન કર્યો ?” પશ્ચાત્તાપ કરતી પોતાની જ નિન્દા કરતી હતી.
અરે ! ભગવતી ! તેરશની રાત ! ચંદ્રયુક્ત છો તો પણ મારે તો આજ કાળ રાત્રિ થઈ છે. પૃથ્વી મા ! પુત્રીનું પાલન કર્યા વિના “ધાત્રી' શબ્દ કેમ રાખ્યો છે ? મા દુર્ગા દેવી ! મારે બદલે એને જીવાડ, અમારા બેમાં આંતરો નથી. વનદેવતાઓ! દેવી ગંધર્વદત્તાને આ વાત તો કહેજો, કેમકે હું અંતઃપુરમાં હવે નહીં જઈ શકું. દેવ ! યમરાજ ! નિર્દય છતાં મારા પર દયા લાવી એક વખત પ્રિય સખીને જીવનદાન આપો. હે વરુણ દેવ! આપ શાંત સ્વભાવી છે, માટે મારી સખીનો ગળાફાંસો તોડી નાંખો, કેમકે પાશ છોડાવવામાં આપ જ ચતુર છો. ભગવાન પવન ! આપ શ્વાસ આપીને આશ્વાસન આપો. અભાગીયા કામદેવ ! ચૈત્ર માસમાં પણ તું મૂવો, પોતાનો વિચાર તો કર. તે જ બધી પીડા ઉત્પન્ન કરી છે, દુખ ! છે કાંઈ તને ? અશોક ! ખરેખર તું ય અશોક છો ?” આમ અનેક પ્રકારના વિલાપ કરતી હતી.
મેં દુઃખમાંને દુઃખમાં હાથ હલાવી તેને રોતા વારી.
બંધુસુંદરી–“બા તું શું વારવાની હતી ? નશીબે જ વારી છે. આજથી રોવું છે જ કોને ? તું તારે વગર હરકતે કરવું હોય તે કરી લેને. અમારા જેવા તને શું કહી શકીએ ?” એમ ઠપકો આપતી આપતી ફરી રોવા લાગી ને છાતી, માથું કૂટવા લાગી.મેં બીજી વાર સંજ્ઞા કરી રોતી અટકાવી.
“હજુ ચૈતન્ય છે, તેથી જીવાડી શકાશે, માટે કંઈક શોધી