________________
૧૮૮
રસ કાઢી સ્તનો પર વારંવાર ચોપડતા હતા. પાસેના ઝાડની છાલના છિદ્રમાંથી લઈ લઈ કપૂરનું ચૂર્ણ ગાલ પર વાતા હતા. પ્રસ્વેદવાળી હથેળીથી ફાંસામાં ફસાયેલી ડોકને પંપાળતા હતા. પવનના ચાપલથી ઉડી ઉડી આંખ પર આવતી વાળની લટોને અંગુલી વતી સમારી કાન પર ચડાવતા હતા. એકીટશે જોઈ રહેલ મારી આંખ પર પડતી મંજરીનો પરાગ ફુંક મારી ઉડાડતા હતા. મારા મુખના શ્વાસની સુગંધથી ખેંચાઈ બગીચામાંથી દોડી આવતા ભમરાઓને વસ્ત્રના છેડા વતી દૂર ખસેડતા હતા. શ્વાસ ચાલવાથી આશ્વાસન પામેલી બંધુસુંદરીને મને બોલાવવા વારંવાર પ્રેરણા કરતા હતા. આકૃતિ જોવાથી એકદમ વિશ્વાસ થઈ આવતા બંધુસુંદરી ગુપ્ત વાત કહેવા લાગી હતી તે બરોબર ધ્યાનથી સાંભળતા હતા. તે પુરૂષ કોણ હશે વારૂ ? બસ, એ જ, પેલા એ, જેને મેં સમુદ્રયાત્રા પ્રસંગે જોયા હતા, તે જ એ.
જોતાની સાથે ‘અરે ! આ અહીં ક્યાંથી ? ગળે ફાંસાથી પીડાઈ મારા હૃદયમાંથી તો નહીં નીકળી આવેલ હોય ? મારી પ્રાર્થનાથી દયાળુ કોઈ દેવ અહીં લાવેલ હશે ? કાંઈ કામસર વડીલોએ જ મોકલ્યા હશે ? કે ફરતા ફરતા આવી ચડેલ હશે? કાંતો પેલા ચતુર નાવિકે સમજાવ્યું હશે કે પોતાની મેળે મારૂં વ્યંગ્ય સમજ્યા હશે, તેથી પ્રેમથી ખેંચાઈ આવેલ હશે ? અહીં આવવાનો સંભવ ક્યાંથી ?' આમ વિચાર કરતી થોડીવાર એમને એમ સુઈ રહી.
અકસ્માત્ મળ્યા, અહા ! અનેક જન્મના સુકૃતથી પણ મળે તેમ નથી. જીવનપર્યંત તપ કરવાથી પણ દુ:સાધ્ય છે. બ્રહ્મા વગેરેના વરદાનમાં પણ ન મળે. રંભા, ઉર્વશી વગેરે અપ્સરાઓ પણ જેના ખોળામાં સુવાની અભિલાષા સરખીયે ન કરી શકે,