________________
૩. સખીની વ્હારે
શરીર છોડી મૂક્યું એટલે ભારથી આખું વૃક્ષ કંપી ઉઠ્યું ઝાડ કંપવાથી પક્ષીઓ કોલાહલ કરતા ઉડ્યા. અપ્સરા પ્રમાણે હું અધર લટકી રહી. ફાંસો સંકોચાવા લાગ્યો. ગળું રૂંધાવા લાગ્યું. શ્વાસથી ઉદર ભરાઈ ગયું. નરકાવસાની વેદના અનુભવતી હતી એવામાં પાછળ જ આવેલી બંધુસુંદરીને જોઈ પાસે આવી પણ આંખે અંધારા આવી ગયા હતા તેથી હું જોઈ શકી નહીં, પરંતુ કરૂણ વિલાપ સાંભળીને ઓળખી કાઢી. “અરેરે ! આ શું થયું? આ શું આવી પડ્યું ? નિષ્ફર દેવે આ શું માંડ્યું?” એમ વિલાપ કરતી એમ બોલી બોલી છાતી કૂટતી હતી. ગળાફાંસો તોડવા અશોક પર ચડવા મથતી ને કેડ બાંધતી હતી. ડાળ ભાંગવા ડાળીઓ નીચે નમાવી નમાવી ખેંચતી હતી.
મૂળના ઓટલા પર ચડી ચડી લટકતો મારો હાથ પકડતી હતી. રખેવાળની ઝુંપડીમાં છુરી, દાતરડું શોધવા દોડતી હતી. ગળે વધારે પીડા ન થાય એમ ધારીને પગના તળીયા પકડી મને અધર ધારી રાખતી હતી. મારા પગ બરોબર અધર રહે એ હેતુથી પથરાઓની ટેગરડીઓ કરતી હતી. મદદ માગવા પત્થરના પુતળાઓ તરફ દોડતી હતી. વારંવાર મૂર્છા પામતી હતી. ઉઠીને વળી ધ્રુજતી ધ્રુજતી રૂદન કરતી હતી. “અરે ! પાપણી ! શા માટે તારા રાજવંશનો નાશ કરે છે ?” એમ કહી મને ઠપકો આપતી હતી. “ઓ અનાર્ય ! સ્વાર્થ ખાતર પુત્રીને આવી સ્થિતિએ પહોંચાડી ?' એમ કહી પિતાને ઠપકો આપતી હતી. “મૂર્ખ ! બંધુસુંદરી ! જાણતા છતાં તે કેવી ભૂલ કરી ? ખબર હતી કે આ મરવા તૈયાર થઈ છે, તોપણ ધ્યાન ન