________________
૨. ગળે ફાંસો
બંધુસુંદરી–“બહેન ! કેમ દિલગીર થઈ છો ? ઉઠ ને, કરવાના કામકાજ કર. આ ઓચ્છવ મોટો છે. દરેક સ્ત્રીએ ભગવાન કામદેવની આરાધના કરવી જ જોઈએ, તેમાં વળી જેમનું લગ્ન નજીક હોય તેમણે તો ખાસ કરીને. આ પ્રસંગે આળસ કરવી ઘટતી નથી. તારો ખેદ નકામો છે. વડીલો જે હુકમ કરે, જે કર્તવ્ય કે અકર્તવ્ય આચરે, તે પ્રમાણે વર્તવું એ જ આપણું કર્તવ્ય હોવું જોઈએ. વિચાર કરવા રહેવું એ તેઓના હુકમનું અપમાન કર્યા બરોબર છે.”
હું જરા ખોટું હસી, ધીમે ધીમે પથારીમાંથી ઉભી થઈ હાવાની ઓરડીમાં ગઈ, સ્નાન કર્યું, લાલ વસ્ત્રો પહેરી લીધા, પુજા સામગ્રી લઈ બગીચામાં પ્રતિષ્ઠિત ભગવાન પ્રદ્યુમ્નની (કામદેવની) પૂજા કરી. વિદ્વાન અતિથિયોને સુવર્ણદાન આપ્યું. પરિવારને ઈનામથી સંતોષ્યો. સખીઓ સાથે પિતાને મહેલે ગઈ. થોડીવાર તેમના ચરણકમળ પાસે બેસી ઉભી થઈ. ફરી દર્શન થવું દુર્લભ ધારી વારંવાર મુખ જોતી જોતી આંસુઓ મહામુશ્કેલીએ રોકી રાખી માને મુકામે ચાલી ગઈ. માએ મંગળ ઉતારણા કરાવ્યા, વારંવાર આગ્રહ કરીને બેસાડી એટલે તેની સાથે એક જ પાટલે જમવા બેઠી. ભવિષ્યમાં થનાર તેના વિયોગની ચિંતામાં ને ચિંતામાં ઝેર જેવા પાંચ સાત કોળીયા ભર્યા. ચબુક કરી મહેલના બગીચામાં આવી.
બગીચામાં ફરતા અશોક વૃક્ષ પાસે આવી. “અરેરે અશોક! પાદ પ્રહાર કરી તારો દોહદ પૂરો ન કર્યો” એમ કહી નસાસો