________________
૧૭૮ છે કે ? અપ્રિય છે ? એ પુછવાની કોને દરકાર છે ? વળી કન્યાઓને આ પ્રશ્ન જ ક્યાં થાય છે ? ઠીક, કાંઈ મારા પિતાનો દોષ નથી. રાજય ખાતર પ્રયત્ન કરનાર મંત્રીઓનો પણ કાંઈ વાંક નથી. કેમકે પ્રસિદ્ધિ પામેલા રાજાને હિણપ ન લાગવા દેવા તેઓ ગમે તે પ્રયત્ન કરે. ખરો વાંક તો મારો જ છે. પૂર્વ જન્મના કર્મના વિપાકી ભોગવી રહી છું. પ્રિય સમાગમની આશાએ હજુ જીવું છું, ત્યાં સુધી સુખ ક્યાંથી હોય ?” છેવટે મનમાં મરણનો નિશ્ચય કર્યો, ને બોલી
જા, અલી માને કહેજે “મારે જવાની વાર છે. આજે જરા ઉજાગરો થયો હોવાથી શરીરે સુસ્તી છે. તેથી જઈ શકીશ નહીં, સાંજે બાગમાં જઈશ.”
કાત્યાયનિકા ગઈ.