________________
૧૭૬ સ્ત્રીઓ સમાન જ માનતી હતી, રાજપુત્રોએ પોતાનો પ્રેમ દર્શાવવા મોકલેલી બાવણો સાથે પરિચય જ રાખતી નહીં. બીજા કોઈપણ વરનું નામ દે ત્યારે મારી માતુશ્રીને સખીઓ દ્વારા કહેડાવતી કે બીજે ક્યાં આપશો નહીં.” ખરેખર પ્રિયવિયોગ ઘણો દુઃસહ છે' એમ ધારી વાવમાં કાળા કમળોની પ્રભાથી અંધારી રાતની શંકાએ જુદા પડતાં ચક્રવાકોને દિવસે પણ સાથે જોડતી હતી. મૂર્ખ નોકરોએ ભિન્ન ભિન્ન પાંજરામાં પુરેલા પક્ષીઓના મિથુનોને એક પાંજરામાં એકઠા રાખતી હતી. બાળવૃક્ષ અને બાળલતાઓનો પરસ્પર વિવાહ જોડતી, ને એકબીજાની કુંપળો એકબીજા સાથે મેળવતી હતી, આવી રીતે શોકમાં ને શોકમાં કેટલોક વખત ગયો.
વસંત ઋતુ શરૂ થઈ ચુકી છે, વિરહ વ્યથા ઘણી જ પીડા આપતી હતી. તેથી પલંગની પાંગત પર બેસી બંધુસુંદરી પૂર્વની મનસ્વીની કન્યાઓની પ્રિયસમાગમ સંબંધી મીઠી કથાઓ કહી મને આશ્વાસન આપતી હતી. તેવામાં સવારના પહોરમાં જ અંતઃપુરની દાસી કાત્યાયનિકાએ આવી મને કહ્યું –
બા ! માતુશ્રી હુકમ કરે છે. કે-“આજ મદન તેરસ છે. કામદેવના મંદિરમાં ઉત્સવ શરૂ થયો છે. કુસુમાકર નામના બાગમાં દેવનું મંદિર છે ત્યાં નવા કપડા, ઘરેણા પહેરી શહેરની બધી સ્ત્રીઓ જાય છે. તું પણ પૂજા સામગ્રી લઈ સખીઓ સાથે જજે. વિધિપૂર્વક પૂજા કરવાથી ઈષ્ટ ફળ આપનાર ભગવાન કામદેવની વિધ્વશાંતિ માટે ઠાઠમાઠથી પૂજા કરજે.
જો, બા ! લડાઈની શાંતિ માટે તારા પિતાએ મંત્રીઓની