________________
૧૭૪
પ્રસંગોથી સાબિત થાય છે કે—કપાળે કરેલ તિલક ને ચંદનનો એ પ્રભાવ છે. અને જ્યારે મેં તે લુછી નાખ્યું ત્યારે બંધુસુંદરી મને જોઈ શકી. અને હા, બરોબર. તે પવનવેગે જ મને આ ચંદનનો પ્રભાવતો સૂચવ્યો જ છે કે-‘મલયસુંદરી ! લે, 'દૃષ્ટિહારિ હિરચંદન.' આવા આવા અનેક વિકલ્પો કરી કરી હું બહુ જ ગભરાઈ ગઈ. છેવટે બધા ઘરેણા ઉતારી નાખ્યાં ને ખાધા વિના તે આખો દિવસ પૂરો કર્યો.
બીજે દિવસે બંધુસુંદરી આવી, હું તો લમણે હાથ દઈ આંસુ સારતી હતી. રોઈ રોઈને, ઉજાગરાથી આંખો ફૂલી ગઈ હતી. એકલી બેઠી હતી.
“આમણે પોતાના હાથે જ વરમાળા રોપીને જે રાજકુમા૨ને પોતાનો સ્વામી નીરધાર્યો છે, તેમાંથી આ હઠીલીનું મન પાછું વાળવું મુશ્કેલ છે, અને તેને સમુદ્રમાં પડતો નજરે જોયો છે, તેથી જ આ ઝુરે છે.'' એમ વિચારી તે ગળીગળી થઈ ગઈ, ને બોલી
“વ્હેન ! તારા શોકનું કારણ હું જાણું છું. પણ શાંત થા, તને તે રાજકુમાર ચોક્કસ મળશે. પેલા આર્ય વસુરાતનું વચન કદાપિ જુઠું પડતું જ નથી. તેણે તમારી માને હ્યું હતું કે“આનો પતિ ચક્રવર્તી રાજાનો રાજ્ય કાર્યભાર ચલાવશે.'' તેં તારા પતિ તરીકે તે રાજકુમારને માન્યા છે, તેથી જરાએ ચિંતા ન કરીશ. કેમકે જેની સાથે ભાવિસંબંધ થવાનો હોય તેની તરફ મન આટલું બધું ખેંચાય છે, તેથી હું બેધડક કહી શકું છું કે થોડા જ વખતમાં તું ઐશ્વર્ય ભોગવીશ.'
૧. અદશ્ય કરી દે તેવું.