________________
અષ્ટમ પરિચ્છેદ - ૧. પરાધીન બિચારી કન્યા
' વિચાર કર્યો-“મેં પેલું તિલક (ચાંલ્લો) કર્યું હતું તે ખરું કે ખોટું ?” કપાળે આંગળી અડકાડી તો તેવું ને તેવું પેલું ચંદન આંગળીએ ચોંટી આવ્યું. “સ્વપ્ન તો નથી, પણ આ બધું શું ?'
એમ વિચાર કરતી કરતી ઉઠીને પાસેના આસન પર બેઠી.
બેઠી બેઠી સ્તબ્ધ થઈ ગઈ, લમણે હાથ મૂકી કુમારની રૂપ સંપત્તિનો વિચાર કરતી હતી, તેવામાં મારી પ્રિય સખી બંધુસુંદરી ત્યાં આવી. અમે બન્ને બાળ સહીયરો હતી. એ મારું બીજું હૃદય હતી. તે ઘણી જ ચતુર હતી. પ્રણામ કરી અંદર આવી, ચાકરોએ આસન આપ્યું એટલે તે પર બેઠી. થોડીવાર ચુપ બેસી રહી. મારી સામે જોઈ રહી, નોકરો આડા અવળા ખસી ગયા એટલે ધીમે ધીમે રહીને મને કહેવા લાગી.
બંધુસુંદરી–“મલયા બા ! મને તો નવાઈ લાગે છે. તમારાં લુગડાં કોઈ જુદી જ જાતના જણાય છે. ગળામાં જાણે દિવ્ય ફૂલોની માળા હોય એવું લાગે છે. કાલ સાંજે માલતીના ફૂલોની માળા તારી વેણીમાં મેં મારા હાથે જ ગુંથી હતી તે આ ન હોય ! કાલ સાંજે તે સુતી વખતે પોપટીયા રંગના ચિનાઈ રેશમી વસ્ત્ર પહેર્યા હતાં, તે કોણે ઉતરાવ્યાં ? આ વિચિત્ર