________________
૧૭૭ પ્રેરણાથી અયોધ્યાના સેનાપતિ વજાયુધને તને આપી છે. અને તેથી જ તેણે સંધિપત્ર પર સહી કરી છે. તેના તરફના મુખ્ય મુખ્ય માણસો આવી ગયા છે. કાલે જ તારો વિવાહ થશે.” બસ, એજ.
આ સાંભળી મારામાંથી જાણે ચૈતન્ય જ ચાલ્યું ગયું, જાણે માથા પર વજ પડ્યું, જાણે માથામાં શૂળી ભોંકાઈ, જાણે શરીર મોટા પહાડ તળે ચગદાઈ ગયું હોય તેમ તરત જ મૂછ આવી ગઈ, ને પથારીમાં ઢળી પડી. થોડી વારે શુદ્ધિ આવી. “અરે રે હાય ! હું શું કરું ? હું પાપિણી મારી પોતાનો નાશ કરું ? આ દુષ્ટા કાત્યાયનિકાને ગળે પકડી મારા મકાનની બહાર કાઢે ? અહીંથી જઈ મર્યાદા છોડી પિતાજી સાથે લડી પડું, ને મેણા આપું ? સભામાં જાઉં, રાજ્યાધિકારીઓ અને ઉમરાવોના દેખત મંત્રીઓને ખંખેરી નાંખું ? “અરે રે ? મને મરણથી પણ ભયંકર આ દુઃખમાંથી બચાવો' એમ કહી કુટુંબીઓ પાસે રડી પડું ? ‘ઓ નિર્ભાગ્ય વિધિ ! તેં શું ધાર્યું છે ? એમ નસીબને ઠપકો દઈ છાતી ફાટ રૂદન કરું ? અથવા તો બંધુસુંદરીને ગળે વળગી પડી ખુબ છુટે રાગે વિલાપ કરૂં ? હું ઘણી જ ગભરાઈ ગઈ. મને કંઈ સુર્યું જ નહિં અને તે સ્વભાવિક હતું.
થોડી વારે હૃદય હલકું પડ્યું. વિચાર કર્યો-“મારું મન જાણ્યા વિના, મારી માતાની વાત સાંભળ્યા વિના, મારા પર સ્નેહ રાખનાર કુટુંબીઓનો મત લીધા વિના, મારા માયાળુ પિતાએ આ શું કર્યું ? ઠીક છે, પ્રજાનું રક્ષણ કરવામાં તલ્લીન બનેલા રાજાઓને વહાલું કે પુજ્ય કોણ હોઈ શકે ? મારી વાત સાંભળવાનો પિતાને વખત જ ક્યાં છે ? તમને આ અમુક પ્રિય