________________
૧૭૫
મારૂં હૃદય કંઈક હલકું પડ્યું. શોક ઓછો થયો. મને લાગ્યું કે, પેલા ખલસીઓએ એને બચાવી લીધા હશે. પોતાને મુકામે સહી સલામત પહોંચી ગયા હશે. એવી આશામાં ને આશામાં પ્રત્યક્ષ સમુદ્રમાં પડતા જોવા છતાં જાણે જીવતા હોય તેમ માની લઈ, કોણ જાણે શાથી પ્રાણત્યાગ મુશ્કેલ હોય તેથી, કે પ્રિયજન મળવાની આશા નહીં છોડી શકાવાથી, કે દુઃખો સહન કરવાના બાકી હશે તેથી, કે ગમે તે કારણથી, તજવા જોઈએ છતાં આહાર અને શરીરને તે વખતે તો હું ન તજી શકી.
એક વખતે હું એકાન્તમાં બેઠી હતી, બંધુસુંદરીએ પુછી લીધું- ‘મલયા વ્હેન ! જ્યારે પેલા ખલાસીએ તને હોડીને બાને પોતાનો અભિપ્રાય જણાવ્યો, ત્યારે તેં કંઈ જવાબ આપ્યો હતો કે નહીં ?''
મેં કહ્યું “સખી ! આ વિચાર કરવાની તારે શી જરૂર છે ? બીજા બહુએ વિચાર કરવાના છે. જો તે વખતે તેનું ધ્યાન હશે, તે મારા કહેવાનો ભાવાર્થ સમજ્યા હશે, તો ડુબ્યા છતાં સમુદ્રમાંથી બહાર નીકળશે, મારામાં પૂર્ણ પ્રેમ બંધાયો હશે, અને અહીં આવી પહોંચશે તો તે જ તને બધી વાત કહેશે, અને એમ નહીં બને તો નકામી વાત કરવાથી શું ?''
કોઈપણ કામકાજમાં મારૂં ચિત્ત લાગતું નહીં. વારંવાર આંખમાં ઝળઝળીયા ભરાઈ આવતા હતા, ને છુપી રીતે લુછી નાંખતી હતી. તે કુમારની આકૃતિ આંખ આગળ જેવી ને તેવી તરી આવતી હતી. કોઈ વખતે ચિત્રપટ ચિત્રીને જોયા કરતી હતી, પ્રિય સમાગમ વ્રતો હમેશાં પાળતી હતી, સુંદર પુરૂષો ને