________________
૧૫૭ તે રાજકુમારે પ્રથમ અમારા તરફ જોયું, પછી ઉપર પ્રમાણેની અવસ્થાવાળી મારી સામે જોયું. જોતાની સાથે જ તેણે પોતાના મૂળ સ્વભાવ (પ્રકૃતિ) છોડી દીધો. ધીર છતાં સમુદ્ર માફક આમ તેમ કટાક્ષ તરંગો ઉછાળવા લાગ્યો. પવન ઠંડો હતો છતાં રોમાંચિત થઈ કંપવા લાગ્યો. જાગતો ન છતાં આળસ મરડી બગાસાં ખાવા લાગ્યો. સ્પષ્ટોચ્ચાર વાળો છતાં ગદ્ગદ અવાજે પોતાના માણસોને હુકમ આપતો હતો. ભુજાના આશ્લેષની ખુબી બતાવવા મશ્કરી કરતી ચામર ગ્રાહિણીને ભેટી પડતો, ચુમ્બનનું તત્ત્વ સમજાવવા સ્ટેજ બીડાયેલા હાથમાંના કમળપુષ્પ હોઠ સાથે લગાડતો હતો. પ્રહારનો ક્રમ સમજાવવા અશ્લીલ ચેષ્ટા કરતી પગ ચાંપનારીને હસતાં હસતાં હાથવતી ખભા પર મારતો હતો.
તે શરમને લીધે વિકારો છુપાવવા ભિન્ન ભિન્ન પ્રકારની અનેક મનોહર ચેષ્ટાઓ કરતો હતો. મને જોઈને જ તેને હર્ષાશ્રુ આવ્યા હતા, પણ જણાવતો એમ કે રત્નના આરીસાના તેજથી પાણી આવ્યા છે. મારા શબ્દો સાંભળવામાં ચિત્ત હતું છતાં નકામો બંધી પાસે સ્તુતિ ગવરાવતો હતો. મારામાં ધ્યાન હતું છતાં પાટીયા પર પીંછીથી ચિત્ર કાઢવામાં એક ચિત્ત થયો હોય તેમ જણાતો હતો. મારા મુખ તરફ, મારી કાંખ તરફ, ઠંડથી હાથ ભીડતી ત્યારે મારા સ્તનમંડળ પર, નાભીમંડળ પર, નીવિ તરફ, કંદોરા પર, પવનથી આમ તેમ કંપાયમાન થતી વસ્ત્રની પાટલીમાંથી જણાતા સાથળનાં મધ્યભાગમાં વારંવાર પડતી દૃષ્ટિ નિવારી શકતો નહીં.
થોડીવાર પછી એક સુંદર આકૃતિવાળો ચતુર ખલાસી તેના હુકમથી મીઠે અવાજે મને કહેવા લાગ્યો