________________
૧પ૬ વાળે પગલે પગલે ચાલી આખા શરીરમાં રાગ ફરી વળ્યો. ‘વિતરાગ પ્રભુના મંદિરમાં રાગીનું રહેવું વિરૂદ્ધ છે.” એવા હેતુથી પરસેવો રાગને ધોવા આવ્યો. પ્રસ્વેદ જળથી જાણે ટાઢ વાતી હોયની તેમ રોમાંચિત સ્તનમંડળ કંપવા લાગ્યું. લજ્જા અને પ્રીતિ બન્ને એકી સાથે ઉત્પન્ન થયા.
Gહૂ ! સમુદ્રનો વાયરો ઠંડો છે” એમ કહી સીત્કાર કરતી સખીયો વચ્ચે હું લપાવા લાગી, “સવારનો તડકો આકરો લાગે છે' એમ કહી પાલવથી મુખ ઢાંકતી હતી, ‘બહુ પગથીયાં ચઢવાથી થાકી ગઈ છું,' એમ કહી કિલ્લાની કિનારીએ શરીર ટેકવતી હતી. પાસે આવતાં, બોલતાં, આકૃતિ જોતાં મશ્કરી કરતા મારા તેમજ તેના પરિવારને અદેખાઈથી જોતી હતી. હું
ક્યાં છું ? ક્યાં આવી છું ? ક્યાં ઉભી છું ? ક્યાં મારો દેશ? કઈ મારી જ્ઞાતિ ? મેં શું કર્યું ? મેં શું આરંભ્ય ? તેમાનું કંઈ પણ મને ભાન નહોતું. શબ્દ સાંભળતી નહોતી, સ્પર્શ અનુભવતી નહોતી, ગંધ સુંઘતી નહોતી, માત્ર તેનું જ રૂપ જોવામાં, તેના અવયવોની શોભા નિહાળવામાં, તેના જ યૌવનની ભવ્યતા વિચારવામાં, તેના જ વિલાસો જોવામાં એક ચિત્ત થઈ ગઈ હતી. જો કે દૂર હતી તો પણ કોઈએ ઉપાડીને તેની જ પાસે મુકી હોયની, તેણે બાથમાં લીધી હોયની, તેની સાથે જ સુરત સુખ અનુભવતી હોઉંની, તેમ મારા સર્વે અવયવો નિશ્ચષ્ટ થઈ ગયા હતા. આનંદનાં આંસુ આવી ગયા હતા. તે વખતે હું તેને સંકોચિત દૃષ્ટિથી જોતી કે વિકસિત દૃષ્ટિથી ? સ્થિર દૃષ્ટિથી જોતી હતી કે ચપળ દૃષ્ટિથી ? ભોળપણથી જોતી હતી કે, ચતુરાઈથી ? વક્ર દૃષ્ટિથી કે સરળ દૃષ્ટિથી જોતી હતી ? તે મને ખબર નહોતી.