________________
( ૪. પ્રબળ પ્રેમબંધન )
અહા ! આ ખલાસીની બધી મહેનત મારે માટે જ જણાય છે. પહેલાં તો “ન પ્રવેશ કરી શકાય તેવા તમારા મન જેવા આ મંદિરમાં આ રાજકુમાર પેસવા ઈચ્છે છે” એમ કહી દૂતનું કામ કર્યું છે. પછી “થોડીવાર રાહ જો, મારા શરીરે ઠીક નથી” એવી રીતે જવાની ના પાડી, ત્યારે તે બોલ્યા કે –“હું તમારો રોગ જાણું છું, ને એ દૂર કરવા પ્રયત્ન કરીશ.” એમ કહી જ્યારે તે પોતાના રાજાને ખેંચી લઈ જતો હતો ત્યારે તેને પાછો વાળવા મેં વસંતસેનાને કહ્યું એટલે તેણે “આ પ્રમાણે માગવું એમ નિશ્ચય કરી વસંતસેનાના શબ્દો પકડી લઈ પ્રસંગોપાત હોડીને સમજાવવાનું બાનું કરી મને જ અનેક રીતે ઉત્સાહ આપ્યો છે.
પોતાનું ભીખારીપણું પ્રગટ કર્યું નથી, રાજકુમારના ગુણો સમજાવી દીધા છે, બીજા પક્ષન આશ્રય લેવાથી શા શા નુકશાન છે, તે પણ બરોબર બતાવ્યું છે, મને લાલચ પણ આપી છે, પાસેના માણસોને ભૂલાવામાં નાંખ્યા છે, કોઈને શંકા થાય તેવું કર્યું જ નથી, પોતાને જે જે કહેવું હતું તે બધું નિર્ભય રીતે કહી દીધું છે, ને સ્વામીનું સમર્પણ પણ કરી દીધું છે. ખરેખર આ રાજકુમાર પૂરો ભાગ્યશાળી છે, કેમકે જેના હજુરીયાઓ પણ આવા ચતુર હોય છે.'' પણ વિચાર એટલેથી જ ન અટક્યો, ને આગળ વિચારશ્રેણી વધી
આ મહાત્મા પોતાની સ્વામીભક્તિ અને બુદ્ધિને છાજતું કરી ચૂક્યો છે. હવે હું શું કરું ? જો આ રાજકુમારની સાથે