________________
૧૬૮
સાથે જાઉં તો માતા-પિતાનો કોપ થાય, ને તેથી મહાન અધર્મ થાય. આ ભયથી જો તેમના તરફ ધ્યાન ન આપે તો પેલાની પ્રાર્થનાનો ભંગ થાય છે, ને પેલા રાજકુમારનું અપમાન થાય છે. મને કરાવેલ પ્રણામથી શરમાઈ જઈ કદાચ આ કુમાર સમુદ્રમાં પડે તો, એ પાપમાંથી જન્માન્તરે પણ છુટી શકાય નહીં. વધારે વિચાર કરવાની જરૂર નથી. આને સ્વીકારી જ લઉં. રાજકન્યાઓને સ્વયંવરનું વિરૂદ્ધ નથી. પણ આટલા બધા માણસો વચ્ચે આ સાહસ કઈ રીતે ખેડવું ? તેમજ આ કિલ્લામાં છું તેથી તેની પાસે કઈ રીતે જાઉં ? અથવા તેની પાસે જવાની શી જરૂર છે ? કોઈ ન જાણે તેમ કોઈ વિચિત્ર રીતે “હું તમારી છું' એમ આને જણાવી દઉં તો કેવું સારું ? બસ, એમ જ કરું. કદાચ તેની સાથે સંગ નહીં થાય તો પણ કંઈ અડચણ નહીં, આવા મહાપુરૂષની પત્ની તરીકે મનાવું તેમાં પણ જેવું મોટું ભાગ્ય સમજું છું, તેવું મૂર્ખ સાથે જીંદગીભર મોજ માણવામાં પણ સમજતી નથી.”
હું આમ વિચાર કરતી હતી તેવામાં હાથમાં ફૂલની છાબડી લઈ પવનવેગ બહાર આવ્યો. તેની પાછળ પાછળ પૂજારીનો છોકરો ચાલ્યો આવતો હતો.
પવનવેગ-“મલયસુંદરી ! આ દૃષ્ટિહારિ ચંદન, લે તિલક કર, ને આ ફૂલોની માળાઓ ગળામાં ઘાલ.” પેલો પૂજારીનો છોકરો ફૂલની છાબડી અમારી પાસે ધરી રહ્યો, ને હસતો હસતો બોલ્યો
મલયસુંદરી ! તું નાચતી હતી ત્યારે તારી કેડના કંદોરામાંથી આ પદ્મરાગ ટુટીને પડી ગયો હતો. તે આ, લે.” (૧) ૧. મનોહર, ૨. અદશ્ય થાય તેવું.