________________
( ૩. શી મારી ને એમની અવસ્થા
સખીઓએ ખાસ સૂચના કરી એટલે અમે બધા સાથે સમુદ્ર જોવા કિલ્લાની જમણી બાજુની સીડી પરથી મંદિરના કિલ્લાની ભીંત પર ચડ્યા. કિલ્લાની આજુબાજુ પાણીના મોજા અથડાતા હતા. કિલ્લાના નીચાણમાં જોયું તો સરસ હોડીમાં દાંતની પાટ ઉપર બેઠેલો એક રાજકુમાર જોયો. તેની બે બાજુએ બે હંસની રૂંવાટીના રેશમી તકીયા મુકેલા હતા. તેણે તો સુવર્ણમય કઠોડા પર જમણો હાથ છટાથી ટેકવ્યો હતો. કેટલાક નોકરો ચામર વીંજતા હતા, કેટલાક ખોળામાં પગ મુકી દબાવતા હતા, કેટલાક પાન બીડાઓ તૈયાર કરતાં હતાં, એવા બે પાંચ ચતુર માણસો જ તેમની પાસે હતા. કેટલાક ખલાસીઓ પણ ઉજાગરાને લીધે કંટાળેલ પાસે બેઠા હતા.
ઉદાર તેજને લીધે, અતુલ બળને લીધે, કડાંથી શોભતા બાહુને લીધે, મનોહર દર્શનને લીધે, સુકુમારવાળા રાજા જેવા સુકુમારશરીરને લીધે જાણે ત્રિભવનને જીતતો હોયની, જાણે સૌભાગ્યનું ભવન હોયની, જાણે રૂપનું સ્વરૂપ હોયની, લાવણ્યનું જાણે લયન (સ્થાન) હોયની, એવો અઢાર વર્ષની ઉમરનો એક સુંદર રાજકુમાર મેં જોયો.
જોઈ, હું તો આશ્ચર્યમાં પડી—“અહો ! “બહુરત્ના વસુંધરા આ કહેવત ખરી છે. મેરૂ વગેરે પર્વતોએ પૃથ્વીમાંથી બધા રત્નો એકઠા કરી લીધા છે, તો પણ આવા પુરૂષરત્નો ભગવાનું કુસુમાયુધનો મદ ઉતારે એવા હજુ છે.” એમ વિચાર કરું છું, તેવામાં તો પોતાની પ્રબળ સત્તા જણાવવા અદેખાઈથી કામદેવે મારા હૃદયમાં પ્રવેશ કર્યો. તેની પાછળ ગયેલી રતિના અળતા