________________
૧પ૯ “કુમાર ! આપણે અહીંનું સ્થળ જોઈ લીધું. આ પર્વતની શોભા પણ જોઈ લીધી. હવે કાંઈ બાકી રહ્યું નથી, તો નકામું શા માટે ખોટી થવું ? મહેરબાની કરીને ચાલો, પાછા જઈએ. પાછળ બધા શોધમાં હશે, બધા ગભરાઈ ગયા હશે. પાછળ શોધવા ન આવે તેટલામાં અચાનક જઈ પહોંચીએ.”
તોપણ મારી પાસેથી ખસવું તેને ગમતું નહીં તેથી કાંઈપણ ઉત્તર જ ન આપ્યો. છેવટે મુશ્કેલીથી મારા તરફથી નજર ફેરવી તેને ધીમે રહી કહ્યું
“તારક ! થોડીવાર તો રાહ જો. હમણા માટે શરીરે ઠીક નથી. માથું દુ:ખે છે, બગાસાં વારંવાર આવે છે. શરીરમાં કોણ જાણે શાથી તાવ ચડી આવ્યો છે. તેથી આરામ લેવા અહીંનાં રમણીય આ ઠંડા પ્રદેશમાં બેસવાનું મને મન થાય છે. પછી જેવી તારી મરજી.''
તારક–“કુમાર ! જો મારી મરજી પ્રમાણે વર્તવું જ હોય, તો ક્ષણમાત્ર પણ અહીં રહેવાની જરૂર નથી. વધારે રહેવાથી નુકસાન છે. અને તેથી જ સારવાર માટે બીજે લઈ જવાની મારી ઈચ્છા છે. જે તમે ઠંડવાળો પ્રદેશ વેદના શાંત કરનારો ધારો છો. તેની સગવડ બીજે કરી લઈશું. એ બાબતની ચિંતા કરવાની તમારે જરૂર નથી.
એમ કહી શરમથી નીચું જોઈ રહેલા કુમારને પેલા નાવિકે કાંડુ પકડી હસતાં હસતાં ત્યાંથી ખસેડ્યો.
એ એને લઈ ચાલ્યો એટલે મારા મનમાં શુંનું શું થઈ ગયું. ને તે મુખ ફેરવી મારી તરફ ગરીબાઈથી, દુ:ખથી પ્રાર્થના પૂર્વક સ્વાત્મ સમર્પણ કરતો હોય તેમ જોવા લાગ્યો. હું પણ