________________
૧૪૬
શરૂ કરે, રંગભૂમિમાં ઉતરી પડે, એક્ટીંગ (અભિનય) બરોબર કરે, પ્રેક્ષકોને આનંદરસમાં ઝબોળી દે, સહૃદયોના હ્રદયમાં રહેલા રસસાગરને ખળભળાવી મૂકે, તેમ કર. ઘણા વખતથી પ્રાપ્ત કરેલ કળા બતાવાવનો તને પણ આ અવસર ઠીક મળ્યો છે.’
તુરત તે ઉઠી, ને કહ્યા પ્રમાણે બધું પાર પાડ્યું.
અભિષેક શરૂ થયો. ગંધર્વોએ વાજીંત્રો સજ્યાં તીર્થજળથી ભરેલાં સુવર્ણમય કળશો હાથમાં લઈ કેટલાક પુરૂષો ગાયક મંડળથી આગળ ઉભા રહ્યા કેટલીક વારાંગનાઓ હાથમાં ફૂલની છાબડીઓ લઈ આમ તેમ ફરવા લાગી. કેટલીકે વિલેપનના પુડીયાઓ લીધા હતા. કેટલીકે ગંધોદકના શૃંગારો હાથમાં લીધા હતા. અભિષેકની શરૂઆત સૂચવવા એકી સાથે વાજીંત્રોનો ગંભીરનાદ શરૂ થયો.
સ્નાત્રવિધિ પુરો થઈ ગયો. સવિસ્તારથી પુજાવિધિ સમાપ્ત થયો. ગવૈયાઓએ સંગીત શરૂ કર્યું. રાજકન્યાઓએ એક પછી એકે નાચવું શરૂ કર્યું.
રાત થોડી બાકી રહી એટલે ચિત્રલેખાએ મને શણગારીને નૃત્યસ્થળે ખડી કરી. પ્રેક્ષકોની મનોવૃત્તિરૂપ સખીયો સાથે મેં નાચવું શરૂ કર્યું. નૃત્ય પુરું થયું એટલે રંગમંડપને પ્રણામ કરી ચિત્રલેખા પાસે બેસવા જતી હતી, તેવામાં મહારાજાએ મને બોલાવી, ને પોતાના જ આસન ૫૨ બેસાડી.
મને તો શરમ આવી તેથી સંકોચાતી સંકોચાતી નીચું જોઈ બેઠી, નાચતા નાચતાં સરી ગયેલી વાળની લટો તેમણે હાથવતી સમારી. કાન ઉપરની મંજરી બરોબર ખોસી. હડપચીએ આંગળી મુકી જરા મુખ ઉંચું કરી વાત્સલ્યથી બોલ્યા