________________
૧૫૦ મુનિરાજ કાંચીમાં પધાર્યા હતા. ને શહેર બહાર બગીચામાં ઉતર્યા હતા. તેઓશ્રીનું દર્શન કરવા શહેરના બધા લોકો જતા હતા. મારા પિતાની આજ્ઞાથી હું અને મારી મા પણ પૂજ્યનું દર્શન કરવા ગયા. મહાત્માનું દર્શન કર્યું ને અવસર મળ્યો એટલે
“ભગવાન ! પ્રસિદ્ધ વિદ્યાધર કુળમાં મારો જન્મ છે. મારા પિતાના શહેર પર આક્રમણ થવાથી કુટુંબીઓથી અભગણી હું વિખુટી પડી છું. અહીં આવ્યા મને ઘણો વખત થઈ ગયો, પણ કોઈએ મારી ભાળ કરી નથી. મારા વાલસોયા માતાપિતાએ પણ મારી સંભાળ ન લીધી. ભગવાન્ હું આમને મામ કુટુંબીઓથી વિખુટી જ રહીશ ? કે તેઓ સાથે મેળાપ થશે ?” એમ પૂછતી મેં સાંભળી છે.”
| વિચિ૦-“પછી મુનિરાજે શો જવાબ આપ્યો ? ને તારી માએ શું કહ્યું ?”
મલ0-“તેઓએ આ પ્રમાણે કહ્યું –
મુ0–“બાઈ ! ખેદ ન કર. થોડા જ વખતમાં તમે બધા કુટુંબીઓ મળશો.”
ગં૦-“ભગવાન ! ખરેખર આ શબ્દોથી આપે મારો ઉદ્ધાર કર્યો છે. મહારાજ, મહેરબાની કરો, ને એક વખત કહો કેક્યારે મેળાપ થશે ?”
મુનિશ્રી મારા તરફ જોઈ કંઈક વિચાર કરતાં કરતાં બોલ્યા.
મુ0-“મહાભાગે ! જ્યારે તારી આ પુત્રી–' એવું એવું કાંઈક બોલ્યા.”