________________
૧પર “મહાભાગે ! ઉતાવળી થા માં. બધી હકીકતથી વાકેફ થઈ તારા પિતા પોતાને ત્યાં તેડી જશે. અને તારી સાથે જ આ તારી પુત્રીના સંબંધી જે કરવાનું હશે તે પોતાને ઘેર કરશે.” આ પ્રમાણે કહ્યું હતું.”
વીર્યo-“હવે નિશ્ચય થઈ ગયો છતાં પ્રશ્ન પુછીને રાજપુત્રીને શા માટે નકામો કંટાળો આપો છો ?”
વિચિ૦-“શું તમને નિશ્ચય થઈ ગયા ? બસ પાક્કી ખાત્રી થઈ ગઈ ?”
વિર્યo-“મહારાજ “હું અભાગણી શહેરના ભાંગવાથી કુટુંબીઓથી વિખુટી પડી છું.” એટલું સાંભળ્યું છતાં હજુ સંદેહ છે ?''
વિચિ૦-“મારા વ્હાલા પ્રધાન ! શું કરું ? આટલું સાંભળ્યા છતાં આ મારું દુ:ખી હૈયું કબુલ થતું નથી.”
વીર્ય,–“કરો પવનવેગને હુકમ. અહીં તેને લાવે, ને આપ ખાત્રી કરી લ્યો. પછી શું ?”
વિચિ૦-“ના, એમ તો નહીં. અવસર વિના પરસ્ત્રીને જોવી આપણને શોભે નહીં. પવનવેગને તસ્દી આપવાની પણ જરૂર નથી. આ તેની બાળસખી ચિત્રલેખા જ બધી હકીકત જાણી લઈ જેવું હશે તેવું મને જણાવશે અને જો તે જ મારી પુત્રી ગંધર્વદત્તા હશે તો તેની સાથે થોડા જ વખતમાં આપણે મળીશું કેમકે તે જ્ઞાની મહાત્માએ કહ્યા પ્રમાણે મલય સુંદરીનો વિવાહનો અવસર મારે જ સાધવાનો છે, તેથી ઉતાવળ કરવાની જરૂર નથી.”