________________
૧૪૫ પ્રતાપશીળની પુત્રી કુસુમાવળી. આ યદુવંશીય રાજા કાંચીપતિ કુસુમશેખરની પુત્રી મલયસુંદરી. પેલી બેઠી તે મગધપતિ સુરતકેતની પુત્રી શકુન્તલા. આ રાષ્ટ્રપતિ મહાબળની પુત્રી બંધુમતી. અને આ બીજી કલિંગ, બંગાળ, અંગ, કોશળ, કુલૂત વગેરે દેશના રાજાની પુત્રીઓ ઈદુલેખા, લીલાવતી, માલતી, મદનલેખા વગેરે વગેરે.”
એટલું કહી જયારે તે ચુપ રહ્યો, ત્યારે તે રાજાએ અમારા દરેકની સામે જોયું. હું જરા દૂર બેઠી હતી તો પણ મારી તરફ જરા નમી વધારે ધ્યાનથી જોયું. પછી એક સાધારણ પોષાકવાળી પ્રૌઢ સ્ત્રીને ઉદેશીને તે બોલ્યા.
ચિત્રલેખા ! તું બેન પત્રલેખાની પરમ પ્રિય સખી છો. અંતઃપુરના દરેક કામમાં તે કુશળતા મેળવી છે. તેથી વિવિધ પ્રકારે શણગાર પહેરાવવામાં તું સૌથી કુશળ છો, એમ મેં સાંભળ્યું છે. તારે હાથે પહેરાવેલ શણગાર મંત્ર વિનાનું કામણ છે. તું અલંકાર પહેરાવે ત્યારે પ્રૌઢા સ્ત્રી પણ યુવતી જેવી જણાય છે. કુટુંબની સ્ત્રી છતાં અંતઃપુરની સ્ત્રીઓ કરતાં ચડી જાય છે. કદરૂપી છતાં અપ્સરા જેવી જણાય છે. તારી વાકપટુતા જન્માન્તરની જણાય છે. શૃંગારીક વિનોદમાં ઉંચે નંબરે પાસ છો. તારી વિનોદી વાર્તાઓ કોને આનંદ આપતી નથી ? ખરેખર તું ઘણી જ ચતુર છો. સાંભળ, પવનગતિએ આ કન્યાઓ જણાવી તે દરેક રાજપુત્રીઓ છે. તેઓને આ મહોત્સવ પ્રસંગે વિદ્યાધર દ્વારા અહીં લાવવામાં આવી છે. પ્રથમ ભગવાન જિનપતિનો અભિષેક કરવામાં આવશે. પછી સંગીત શરૂ થશે. તે વખતે દરેક સ્ત્રીસ્વભાવ સુલભ ભય છોડી દે, અચાનક થયેલ કુટુંબીયોનો વિયોગ ભૂલી જાય, દરેક ખુશી ખુશી થઈ જાય, નૃત્ય કરવાનું