________________
૫. તિલકમંજરી
આ વાતચીત થતી હતી તેવામાં તે મૂસાફર બાળક કુમારના જોવામાં આવ્યો. હાથમાં તલવારમાત્ર શસ્ત્ર સહિત એક પુરૂષ તેની પાછળ પાછળ આવતો હતો. બારણામાં આવ્યો કે તુરત પ્રતિહારીએ આદરથી બોલાવ્યો અને કુમારની પાસે લાવી પ્રણામ કરાવ્યા. “આવો” એવા ઉપચારથી તેની સંભાવના કરી. અને આસન ઉપર બેસવા સૂચના કરી, આસન પર બેસી કુમારનું સૌભાગ્ય જોઈ તે અત્યન્ત વિસ્મય પામ્યો. આવા કુમારના દર્શનથી પોતાને કૃતાર્થ માનવા લાગ્યો. થોડીવાર પછી ચિત્ર જોવામાં તલ્લીન થયેલા કુમારને તેણે કહ્યું:
કુમાર ! કેમ કંઈ એમાં જોવા જેવું છે કે ? ચિત્રમાં કોઈ દોષ જણાય છે કે નહી ? આપતો સકળ કળામાં કુશળ છો, હજુ શીખાઉ વિદ્યાર્થી છું. કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને સમજાવશો એવી આશા રાખું છું.”
હરિવાહન-“બાળક ! તને શું શીખવવું ? ખરેખર તું જ જગતમાં આ ચિત્રવિદ્યાનો સટ્ટા છે. સુજનતા પ્રમાણે આ ચિત્રવિદ્યા તને પૂર્વજન્મથી જ પ્રાપ્ત થઈ જણાય છે. કદાચ તારે માથે ઉસ્તાદ હોય તો તે માત્ર નિમિત્ત માત્ર જ છે.
જોપર્વતના ઉંચાનીચા નિતમ્બ પ્રદેશ પર ચડતા ઉતરતા ક્રમે આ સુંદર સરોવર ચિતર્યું છે. તેને કાંઠે, ચંપક, અશોક, તાડ વગેરે ઝાડોની ઘટા આવી રહી છે. તળાવની અંદર સુવર્ણમય કમળો ખીલી ઉઠ્યા છે. તેમ તેને કાંઠે કાંઠે આ લવલીલતાના મંડપો બહુ સારી રીતે ચિતર્યા છે. આ સોપારીનાં વન, આ