________________
૧૧૪ પત્તો લાગશે. દિગન્તવ્યાપિ તેના ગુણો જ તે ગુપ્ત હશે તો પણ તેને ગોતી આપશે.
પણ જવું કઈ રીતે ? પહાડી રસ્તે સૈન્ય સાથે લઈ જવું ઉચિત નથી. કેટલાક મૂખ્ય મૂખ્ય માણસોને સાથે લઈ જવાનું રાખું, તો પણ અડચણ છે. કેમકે દરેકની સ્વામીભક્તિ સમાન છે. દરેક આવવા તૈયાર થશે. વળી સમજાવી દિલાસો આપવો પડશે. માટે એ જ વાત ઠીક છે કે એકલા જ ચાલ્યા જવું.” એમ સંકલ્પ કરી પથારીમાંથી ઉભો થયો ને આજને આજ જવું એમ નિશ્ચય કર્યો.
સૂર્ય અસ્તાચળ તરફ ગયો. સૂર્યના કિરણોએ જમીન પરથી પગ સંકોચી ઝાડ પર મુક્યાં. પક્ષીયો માળામાં પેઠા. રાત્રીનો આરંભ થઈ ગયો. દિશાઓ હાથમાં આકાશરૂપી મરક્તના થાળમાં તારારૂપી દહીં અને અંધકારરૂપી ધો લઈ એકઠી થઈ ગઈ. સપ્તઋષિએ આકાશમાં રવયય કર્યો.
ક્રમે કરી ચંદ્ર આકાશ મંડળમાં જણાયો. કુમારને શોધવાથી થાકી ગયેલા સૈન્યના માણસો પથારીમાં પડ્યા હતા. ગલીયામાં સૈનિકોનો પ્રચાર બંધ પડ્યો છે. મળવા આવેલા માણસોને વેલા વેલા વિદાય કરી દીધા છે. પાસેના નોકરોને બીજા કામમાં રોકી દીધા. પોતાની બુદ્ધિથી શુભ મુહૂર્ત જોઈ ઉભો થઈ ગયો. તે વખતે તેણે એક ધોળું વસ્ત્ર પહેર્યું હતું, અને એક ઓઢ્યું હતું. માલતીના ફૂલના ગુચ્છાની કલગી રાખી હતી. કપાળે ચંદનનું તિલક કર્યું હતું. જમણા હાથમાં તલવાર પકડી લીધી. બધે