________________
૧૧૮
ચંદ્રકાન્ત પત્થરના પગથીયા પર થઈ તે અંદર ગયો તો ચિંતામણીમય ઋષભદેવ જીનપતિની પ્રતિમા જોઈ.
આંખમાં હર્ષાશ્રુ લાવી રોમાંચિત શરીરે ધીમે ધીમે પ્રતિમા નજીક જઈ હાથ જોડી મસ્તક ભોંય સુધી નમાવી પ્રણામ કર્યો. પછી સુરાસુરસેવિત ચરણકમલ શ્રી નાભીનંદનજિનપતિની ઉદાર અને ગંભીર આશયથી ભરપુર સ્તુતિ સમવસરણના દુંદભીનું અનુકરણ કરતાં ગાવા લાગ્યો-“ઉજ્જડ વેરાન પર્વત પર કલ્પવૃક્ષ ! દરિદ્રગામમાં ધનભંડાર ! મારવાડમાં કમળવન ! હે નાથ ! સંસારરૂપી આ ભયંકર અરણ્યમાં ફરતાં આપ માર્ગ વચ્ચે જ મળ્યા છો. હે મુનિનાથ ! કોઈ રીતે આજ આપનું દર્શન થઈ ગયું છે, તેથી નયનો સાથે જ મારો જન્મ પણ સફળ થયો છે, તેથી જ હું પુણ્યશાળી નથી તો પણ બીજા પુણ્યશાળીઓ કરતાં મને પોતાને આજ જરા પણ ન્યૂન માનતો જ નથી.”
ઈત્યાદિ અનેક પ્રકારે સ્તવન કરી મંદિરની શોભા જોવા આમતેમ ફરવા લાગ્યો. કક્ષાઓમાં ફરી ફરી દક્ષિણ દિશાની ભીંતે ઝરોખામાં બેઠો, ઠંડો પવન તેને આનંદ આપતો હતો.
ઝરોખામાં બેઠો તેવામાં પાછળના ભાગે જાણે હમણાં જ કોઈએ કોરી કાઢી હોય તેવી સ્ફટીક પત્થર ઉપર એક પ્રશસ્તિ જોઈ. થોડી વાર જોઈ રહ્યો. પછી આનંદમાં આવી જઈ વિચારવા લાગ્યો.
“જગતમાં શું એવું અભૂતાશ્ચર્ય છે, કે જે શુભકર્મનો ઉદય ઈદ્રજાલીકની માફક નથી બતાવતો ? વાર્તાઓમાં નહીં સાંભળેલા, સ્વપ્નમાં નહીં જોયેલા, મનમાં પણ નહીં કલ્પલા, સેંકડો વર્ષ થયાં પણ નહીં અનુભવેલા, જન્માન્તરમાં પણ નહીં