________________
૧૨૦ તેમ નથી. પરંતુ પ્રથમ કોઈવાર જોયેલ હોય એમ મનમાં ભાસ થાય છે. અહીં કોઈપણ જતું-આવતું જણાતું જ નથી કે તેને પૂછી વાકેફ થાઉં. ' અરે ભાઈ ! વળી મારે પૂછવાનું કામ જ શું છે ? જાણીને પણ કલ્પકોટીજીવી મિત્ર હરિવહન વિના કોને સંભળાવીને આનંદ પામું ? અરે ! અત્યારે મારો મિત્ર ક્યાં હશે ?''
આવા આવા તર્ક વિતર્ક કરતો હતો તેવામાં કંઈક અવાજ આવ્યો, શરીર પર અમૃત વરસાવતો કાનમાં પેઠો.
વિસ્મિત થઈ સમરકેતુ કાન માંડી સ્તબ્ધ થઈ સાંભળવા લાગ્યો.
અરે વળી આ આશ્ચર્ય શું ? આટલામાં ક્યાંક કોઈ મીઠે અવાજે શ્લોક જેવું ગાય છે, તે હરિવહન કોણ ? શું જાતે મિત્ર જ હશે ? કે તેના નામ વાળો બીજો કોઈ હરિવાહન હશે ? પણ મારા મિત્રનો અહીં ક્યાંથી સંભવ ? કોઈ દયાળુ દેવ મને આ રીતે આશ્વાસન નહીં આપતો હોય ? અરે ! નકામાં વિકલ્પો રહ્યા કરે, ચાલ જાઉં ને જોઉં કે કોણ આ શ્લોક બોલે છે ?'