________________
૧૨૭
૧રે રાજહંસ ! હંસીદર્શનઘેલા ! કમળવનમાં પ્રવેશ ખરે તું ભૂલ્યો આજ, તેથી સમયે પણ કરે વિલંબ. ૧
આર્યા સાંભળી તેનો અર્થ સમજી લઈ હરીવાહન હસ્યો ને બોલ્યો. “દેવી ! વિદ્યાધર રાજધાનીમાં પ્રવેશ કરવાનું
જ્યોતિષિઓએ મૂહુર્ત આપ્યું છે. તે ક્ષણ ચાલ્યો ન જાય માટે શાક્યબુદ્ધિ વગેરે મંત્રીઓની પ્રેરણાથી વિરાધ નામનો વિદૂષક હંસને બાને મને અહીંથી ઉપડવા માટે તાકીદ કરે છે. માટે રજા આપો, હું જાઉં છું, તમે પણ જાઓ, દેવીને મળો.” એટલું કહી ‘જય જય શબ્દ સાથે ઉભો થયો. બહાર નીકળી માવતોએ શણગારી તૈયાર રાખેલી હાથણી પર સમરકેતુ ચડી ગયો, ને તેનો હાથ પકડી હરિવહન પણ ચડ્યો.
બીજા રાજાઓ પણ માથે પાઘડી બાંધી લઈ, અંગરખાની કશાઓ બરોબર બાંધી લઈ, એક હાથમાં ચાબુક લઈ, એક પેગડે પગ મુકી નોકરોએ બીજું પગડું પકડી રાખ્યું એટલે ઘોડેસવાર થઈ ગયા.
આખું સૈન્ય ચાલવા લાગ્યું. સમરકેતુ વૈતાદ્યપર્વતની અટવીઓ જોવા લાગ્યો. જોતા જોતાં ગગનવલ્લભ નામના નગરે તેઓ આવી પહોંચ્યા.
શહેરમાં ઉત્સવ ચાલી રહ્યો છે. આડંબરથી શહેરમાં પ્રવેશ કર્યો ને રાજગઢમાં પહોંચ્યા. નગરવાસીઓએ ધરેલ ભેટણા સ્વીકારી, તેઓને વિદાય કર્યા ને પરિવાર સહિત જમવા ગયા.
સમરકેતુ અને બીજા વિદ્યાધર રાજકુમારો સાથે જમ્યો. १. तव राजहंस ! हंसोदर्शनमुदितस्य विस्मृतो नूनम् ।
सरसिजवनप्रवेशः समयेऽपि विलम्बसे येन ॥१॥