________________
૧૩૫
કટાક્ષ દૃષ્ટિથી જોવા લાગી. હું તેનો અભિપ્રાય સમજી ગયો કે ‘આ બહાર જવા ઈચ્છે છે,' જરા હું ખસ્યો ને માર્ગ આપ્યો, એટલે શરીર સંકોચતી બહાર નીકળી ગઈ, છતાં મારા શરીરને જરા સ્પર્શ થઈ ગયો. તે વખતે મારું શરીર રોમાંચ કૅટિકત થયું. જ્યારે તે નીકળી ત્યારે તેના મુખની સુગંધથી એ વન સુવાસિત થઈ ગયું. પરસેવાથી ભીનું થઈ ચોંટી ગયેલ નિતંબ પરના વસ્રને સાડીના છેડાથી ઢાંકતી ઢાંકતી ચાલી ગઈ. હું તેને જોતો ત્યાંજ ઉભો રહ્યો. સ્હેજ કંટાળો આવ્યો
“આ કન્યા કેવી વ્યવહારાનભિજ્ઞ છે ? બારણે ઉભા રહી મેં મીઠાશથી વાતચીત કરી, દૂરદેશથી આવ્યો છું, અજાણ્યો છું, ખિન્ન છું. મારી હકીકત કહી કોઈપણ જાતની માગણી કરી નહીં છતાં શબ્દ માત્રથી પણ મારો સત્કાર ન કર્યો.
મારે એનું કામ શું છે ? બીજે ચાલ્યો જઈશ.'' ત્યાંથી નીકળી તે જ તળાવને કિનારે પાછો આવ્યો.