________________
૧૩૪
મને એકલાને બારણા તરફ નિહાળી નિહાળીને જોતો જોઈ તે પણ ભયથી કંપવા લાગી. તેની દશા જોઈ દયા આવવાથી ત્યાંને ત્યાં ઉભા રહી આકાર ગોપવી ધીમે ધીમે બોલ્યો
બાળા ! તું કોણ છે ? આમ એકલી આ લતામંડપમાં કેમ ? ભયભીત થઈને કેમ દિશાઓમાં દૃષ્ટિ ફેંકે છે ? મને જોઈ અનિષ્ટની શંકાથી શરીર કેમ સંકોચે છે ? સુર ! સ્થિર થા, બી મા, મારાથી જરા પણ અહિતની શંકા રાખીશ નહીં. મન્મથ પીડિત થઈ તને ઉદેશી હું અહીં આવ્યો નથી, હું રાક્ષસ, યક્ષ કે વિદ્યાધર નથી. પણ ભૂપૃષ્ઠ પરના અયોધ્યા પતિ રાજા મેઘવાહનનો હું હરિવાહના નામે પુત્ર છું. અરણ્યમાં વિણાથી વશ કરેલા હાથી પર ચડી બેઠો, તેવામાં કોઈપણ આકાશગામી શક્તિવાળો તેના શરીરમાં પ્રવેશ કરી મને આકાશ માર્ગે અહીં લાવ્યો છે.
મેં ખેંચેલ તરવારથી ભય પામી ભયંકર ચીસ પાડી આ સરોવરમાં મને સાથે લઈ પડ્યો. બહાર નિકળી હરિણાલિ ! રેતીમાં પગલાં જોયાં તેને આધારે હું અહીં આવ્યો, ને તને જોઈ. નિષ્ફળ છતાં મારી આ મુસાફરી સફળ થઈ. હવે હું જાઉં છું. માત્ર એટલું જ પૂછું છું કે–આ ક્યો દેશ છે ? આ પર્વતનું નામ શું ? આ સરોવર કોણે ખોદાવ્યું છે ? આ સ્થળનો રાજા કોણ છે ?' ઈત્યાદિ પ્રશ્નો કર્યા.
થોડીવાર જવાબ આપ્યા વિના જ નીચું જોઈ ઉભી રહી પછી તે ઝાડ નીચેથી જરા ચાલી, તે વખતે તેના આભરણીનો મીઠો ઝણઝણાટ થઈ રહ્યો હતો. મારી જમણી બાજુ તરફ સન્મુખ આવી, બારણા પાસે આવી, ઉભી રહી, ને મારા તરફ