________________
ષષ્ઠ પરિચ્છેદ ૧. ભયભીત લલના -
જ
,
થોડીવાર વિચાર કરી, ઉભો થયો. સ્વદેશ પહોંચવાની આશા છોડી દીધી. તેથી નજીક કોઈ શહેર કે ગામડું હોય તો શોધી કાઢે એવા વિચારથી એક દિશા તરફ ચાલ્યો.
ચાલ્યો કે તુરત કીનારા પર સુકુમાર રેતીમાં મનુષ્યોના પગલાં પડેલાં જોયાં, ધ્યાનથી જોયું તો તે સ્પષ્ટ જણાતા હતા. એક પગલાં કરતાં બીજું પગલું કંઈક દૂર પડેલું હતું. આગળનો ભાગ જરા ઉંડો પડ્યો હતો, ચારે તરફ પગલાઓની હારો થઈ હતી. એમ જણાતું હતું કે–ચાલનાર મનુષ્યો દોડેલા છે.
આ પગલાં જોઈ કંઈક શાંતિ વળી. વધારે ધ્યાનથી જોયું તો જણાયું કે-લલિતને સુકુમાર હોવાથી આ સ્ત્રીઓના પગલા છે, પુરૂષના તો છે જ નહીં.
તેમાંની એક હારના પગલાં બહુ સુંદર જણાતા હતા, શાસ્ત્રમાં બતાવેલ ચિન્હો પડી ગયા હતા. પગની શુભ રેખાઓ સ્પષ્ટ જણાતી હતી. તેને અનુસરી હું આગળ ચાલવા લાગ્યો.
આગળ જતાં એક સુંદર એલીલતામંડપ (એલચીના વેલાથી છવાયેલો) જોયો. બારણા પાસે આવી ઉભો રહ્યો કે અંદર પ્રકાશ જોયો. “જંગલની જડીબુટ્ટીનો પ્રકાશ હશે.” એમ ધારી બરોબર જોવા લાગ્યો, તેવામાં એક બાળા જોઈ.