________________
૧૪૧
અર્ધ આપી મંત્ર જપવા બેઠી. તે ત્યાં સુધી બેસી રહી કે જ્યાં સુધી મેં દેવાર્ચન ક્રિયા સમાપ્ત કરી લીધી.
ઉઠીને કિનારા પર ધોળું વસ્ત્ર પાથરી મારી પાસે આવી. એક પત્રાવળીમાં કેટલાક ફળ આપી ગઈ, ને પાસે પાણી મુક્યું. હું જમી રહ્યો, પછી બાકી રહેલા ફળો ખાઈ તેણે પણ ક્ષુધા શાંત કરી. બધા કામથી પરવારી મારી પાસે આવી જરા દૂર બેઠી.
થોડીવાર મૌન બેસી રહી, થોડીવાર પછી પ્રીતિથી હાથીનો વૃત્તાન્ત વારંવાર પુછતી હતી. તેને પ્રીતિપૂર્વક વ્યવહાર કરતી જોઈ ઉદ્વેગપૂર્વક મેં પૂછ્યું
“મહાભાગે ! અંતઃકરણની નૈસર્ગિક સ્વચ્છતા સૂચવતો, પ્રેમીહૃદયોને આનંદ આપતો આ વ્યવહા૨ મને ચપળ કરે છે. તેથી ચૂપ બેસી શકું તેમ નથી. જો કે-‘પોતાની આબરૂ જાળવવા ખાતર નાની વયમાં પરસ્ત્રીઓ સાથે બહુ વાતચીત ન કરવી જોઈએ. સંયમીઓને પણ તમારા જેવી સુંદર આકૃતિઓ લલચાવે છે.' એ જાણું છું, તો પણ તમને પુછવાની મારી ઈચ્છા હું રોકી શકતો નથી.
બોલ, તું કોણ છે ? કયા વંશમાં તારો જન્મ થયો છે? હૃદયને શાંતિ આપનારા તારા નામના કયા અક્ષરો કાનમાં અમૃત રેડે છે ? આ તારા શરીર, ને અવસ્થાને અયોગ્ય વસ્કલો તને કોણે પહેરાવ્યા ? કયા સ્વાદિષ્ટ ફળની આશાએ નિરસ જંગલી ફળો ખાય છે ? તાપસોના આશ્રમો છોડી આ નિર્જ અરણ્યમાં જ એકલા રહેવાનું શું પ્રયોજન છે ? યુવાવસ્થામાં જ વિષયો તરફ દ્વેષ શા કારણથી થયો છે ? જાણે કોઈ વહાલાના