________________
૩. તાપસ કન્યા
તળાવને ઉત્તર કિનારે કોલાહલ કરી કેટલાક જળપક્ષીઓનું ટોળું ઉડી જતું દૂરથી જોયું. આશ્ચર્ય પામી ત્યાં ગયો, તે સ્થળ જોયું ને વિચાર કરવા લાગ્યો–‘‘શેવાળનો પોપડો દૂર ખસેડેલ છે. કમળની ડાંખળીઓ પરથી કમળો હમણા ચુંટી લીધેલા જણાય છે. આટલા ભાગમાં પાણી કાદવ ઉખડવાથી મલીન થયું છે. કિનારા પર કેટલાક ટુટેલા કમળો પડ્યા છે, અને રસ્તામાં પાણીના બિંદુઓની હારચાલી છે, તેથી કોઈ હમણાં જ અહીં સ્નાન કરી પોતાને મુકામે ગયું હોય એમ જણાય છે.'
એ પાણીના બિંદુઓ તરફ ધ્યાન રાખી થોડેક દૂર ચાલ્યો એવામાં એક મંદિર જોયું. કે જેના પાસેના મઠમાંથી ગંધર્વક સાથે આવીને તું મને મળ્યો. તે જ એ મંદિર હતું.
અંદર જઈ દેવને નમસ્કાર કરી મણિથી જડેલા નજીકના ગોખમાં બેઠો. ત્યાં અઢાર વર્ષથી એક તાપસ કન્યા જોઈ. તેણે હમણા જ સ્નાન કરેલું હતું. પૂજાસામગ્રી સહિત ભગવાન નાભિનંદનની સન્મુખ કંઈક દૂર પદ્માસને બેઠી હતી. સ્થિર થઈ હાથમાં માળા રાખી ફેરવતી હતી. ને મંદ મંદ મંત્રો ગણતી હતી. મંત્રનો પાઠ પુરો થઈ રહે એટલે મેરૂની પાસેના અંગુઠાથી પાછી ફરતી હતી. પાણીથી ભીના વાળ તેના વાંસા પર છુટાં પડ્યા હતા, તેમાંથી પાણીના બિંદુઓ ટપકતાં હતા. તેણે વલ્કલ પહેર્યા હતા.
જવિવિધ પુરો થયો એટલે ઉભી થઈ. હાથમાં ફૂલની છાબડી લઈ, ધીમે પગલે ભમતીમાં ગઈ ત્યાં અજિતાદિ