________________
૨. પ્રત્યભિજ્ઞાન
ચાલતાં ચાલતાં મનમાં વિચારો આવ્યા
“અહો ! પેલા ચિત્રમાં જે અદૃષ્ટપાર સરોવર જોયું હતું. તે જ આ કેમ ન હોય ? જેવા તેમાં વૃક્ષો હતાં, તેવા જ અહીં પણ આ રહ્યા. કિનારા પર લતામંડપો જેવી રીતે હતા તેવી જ રીતના અહીં જોઈ શકું છું. તો રમવા માટે તે જ બાળા અહીં કેમ નહીં આવી હોય ? મારા હૃદયની કુમુદિની તિલકમંજરી જ આ ન હોય ? પેલી ચિત્ર પુત્રીકા સાથે આની આકૃતિ બરોબર મળતી આવે છે. તેવી જ શરીરની કાંતિ છે. તેવું જ મુખ કમળ છે. તેવા જ નયનો છે. સકળ અવયવો તેવા જ મનોહર છે. પહેરવેશ પણ તેવી જ છટાથી પહેર્યો છે. હલનચલન, ને સ્ત્રીઓના પરિવાર સિવાય બધું મળતું જ આવે છે. અનેક વિદ્યાધરીઓ સાથે રહેનારી એકલી કેમ હશે ? અથવા એ બાબતનો વિચાર કરવાની જરૂર નથી. કારણ કે આ સંસાર ક્ષણભંગુર છે, વિભાવાદિક ક્ષણમાં હતા ન હતા થઈ જાય છે. કર્મની પરીણતિયો વિચિત્ર છે, તેથી બધુંય સંભવે છે. મારો જ દાખલો. કઈ સ્થિતિમાં હતો ને કઈ સ્થિતિમાં આવી પડ્યો ? કદાચ તેનું પણ તેમજ થયું હોય તો ? પણ યુવતીઓ તેની સાથે હોવી તો જોઈએ, કારણ કે પગલાંઓ અનેક સ્ત્રીઓના પડેલાં હતા.”
તેને ફરી મળવા પાછો વળ્યો ઉતાવળો ઉતાવળો તે મંડપ પાસે ગયો. લતા મંડપો, ઝાડના ઝુંડો. નિકુંજો, શિલામંડપો, ગુફાઓ, નદીઓની ભેખડો જોઈ વળ્યો. પણ ક્યાંય પત્તો લાગ્યો