________________
૧ ૨૬
“ક્યાં છે ?” હરીવાહન રાજકન્યા સાથેની વાતચીત છોડી એકમદ ઉભો થયો, બારણામાં જોતાવેંત જ સમરકેતુ દૃષ્ટિએ પડ્યો. તેનું માં લેવાઈ ગયું હતું. બે ત્રણ પગલાં તેની સામે ગયો. પ્રણામ કરવા જતો હતો કે તુરત બાથમાં લઈ તેને ભેટી પડ્યો.
છુટો પડી ફરીથી પ્રણામ કરી ભોંય પર બેસવા જતો હતો તેવામાં હાથ પકડી પોતાના આસન પર બેસાડ્યો, ને પોતે પાસે બેઠો. વારંવાર ભેટી પડી કુશળ સમાચાર પૂછયા. કેટલીક વખત તેની સાથે વાચચીત કરી. પેલી રાજકન્યા સામે જોયું, ને કહ્યુંદેવી આજ એ સિંહલેશ મહારાજ ચંદ્રકેતુના પુત્ર સમરકેતુ, અને આ જ તારી પ્રિય સખી મલયસુંદરીના વર, કે જેના વિયોગને લીધે તારા મુખકમળનાં અવલોકનનો મેં ત્યાગ કર્યો, ને આટલો વખત ક્લેશ સહન કર્યો, તે આ.”
હરિવાહનના આ શબ્દો સાંભળી તે જરા હસી. સમરકેતુએ ઉઠી તેને પણ પ્રણામ કર્યો. તે જાણે તેને પાસે બોલાવતી હોયની, તેમ સપ્રેમ ચક્ષુથી તેના સામે જોયું. અને બહુમાન કર્યું.
તેવામાં વેત્રધારીએ આવી રાજપુત્રીને કહ્યું
“બા ! આપની પ્રાણત્યાગ કરવાની પ્રતિજ્ઞા સાંભળી ગભરાઈ ગયેલાં માજી પત્રલેખાએ કંચુકી મોકલ્યો છે, તે બારણે ઉભો છે.” એમ કહી તે ઉત્તર સાંભળવાની આશાએ સામે જોઈ ઉભી રહી. છેવટે જવાબ ન મળ્યો એટલે પ્રતિહારી બહાર ચાલી ગઈ.
થોડો વખત વ્યતીત થયો એટલે અવસરજાણ પાસેની વાવને કાંઠે બેઠેલા કોઈએ નીચેની અર્યા વારંવાર ગાઈ.