________________
૧૨૯ दृष्टव्यस्त्वमनन्यतुल्यमाहिमा मध्ये धरित्रीभृतां येनाधःकृतखेचरेन्द्रपतिना बद्धास्य मूर्ध्नि स्थितिः ॥
સમરકેતુ-“આ મંગળ પાઠકે સાચું જ કહ્યું છે. આ પર્વતમાં શું જોવાનું છે ? માત્ર વર્ણનીય તું એક જ છે. કે જે સહાય વિના થોડા જ વખતમાં વિદ્યાધર ચક્રવર્તી થયો છે. વિદ્યાધરો સેવક બનાવ્યા છે. વિદ્યાદેવીઓ સ્વાધીન કરી છે. માટે આ પહાડનું વર્ણન છોડી આપણે તે જ વાત કરો કે-“લૌહિત્યના કિનારેથી તમને ઉપાડી તે હાથી ક્યાં ગયો ? ક્યાં ઉભો રહ્યો ? તે ઉતરીને શું કર્યું ? શું જોયું ? શું અનુભવ્યું ? ક્યાં રહી પેલો કાગળ લખ્યો હતો ? આપણા સૈન્યમાં જલ્દી પહોંચાડી કોણ ગયું ? મહાપ્રભાવવાળી વિદ્યાઓ કઈ રીતે સિદ્ધ કરી ? તે જિનાયતન પાસેના બગીચામાં શા માટે આવવું થયું ? ત્રિભુવનમાં તિલકભૂત એ સુંદર કન્યા કોણ હતી ? કે જેને તમારો સકળ પરિવાર માનદષ્ટિથી જોતો હતો, તેણે વિયોગનો વેશ કેમ પહેર્યો હતો ?
હરિવાહન-“યુવરાજ ! કહું, સાંભળો. વાત લાંબી છે. બરોબર ધ્યાન આપો. અથવા ધ્યાન આપવા કહેવાની જરૂર જ નથી, કારણ કે મારી વાત જ તમને બરોબર ધ્યાન આપવાની ફરજ પાડશે.
ત્યાંથી પેલો મદાબ્ધ હાથી મને ઉપાડી કેટલુંક માર્ગમાં ચાલ્યો. બધા પાછળ પડેલા પાછળ જ પડ્યા રહ્યા, રસ્તામાં એક પત્થરનો મોટો ઢગલો આવ્યો, તેને આડે આવ્યો કે તુરત આકાશમાં ઉડ્યો. અને ઘણો જ વેગ વધાર્યો. આ વેગ જોઈ હું આશ્ચર્યમાં પડ્યો. ને વારંવાર નીચે જોવા લાગ્યો, તે વખતે ગામ ને શહેરો નહીં જેવા જ જણાતા હતા, દેશ કીડા જેવા