________________
૧૨૩ આ બધા પ્રશ્નો સાંભળી થોડી વારે શરમાતા શરમાતા ગંધર્વકે કહ્યું – “આર્ય ! શું કહું મારી બુદ્ધિ પણ શોધી શકતી નથી કે–શું બોલવું ? મારી વિરક્ષા પણ શબ્દોને પ્રેરણા કરતી નથી. વાણી પણ જીભને સ્પર્શ કરતી નથી. (જીભ ઉપડતી નથી.) મારા બધા કષ્ટો નાશ પામ્યા કે તુરત જ જેવો હતો તેવો આજે આપે મને જોયો છે એટલે શો જવાબ દઉં ? વિધિએ જ મુંગો બનાવી દીધો છે. તે વખતે મારું નહીં આવવાનું શું કારણ જણાવું ? પ્રતિજ્ઞાન નિર્વાહ નથી કરી શક્યો તેથી કદાચ મારું કહેવું સાચે સાચું હોય, તો પણ અસંભવ જેવું હોવાથી બાળક પણ મારી મશ્કરી કરે. મેં ઘણી વખત અનુભવ્યું છે, ને તે મને બરોબર યાદ છે, તો પણ મારે પોતાને તેના પર શ્રદ્ધા રાખવી કઠણ પડે છે તો તો આપ ચતુર કેમ માની શકો ?
‘દેવો પણ બચાવી ન શકે તેવા કષ્ટમાં પડ્યો હતો” એમ કહું તે પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. તમારું જ કામ કરવા જતાં વિઘ્ન નડ્યું” એમ કહું તે બીલકુલ વિશ્વાસ આવે એવું નથી. જીવતાં છતાં મરી ગયો હતો’ આમ કહું તો પણ ગાંડાઈ ગણશો. “આ શરીર જ તે નથી' એમ કહું તો પણ પ્રત્યભિજ્ઞાન ન ઘટે. આમ કોઈ રીતે હું કહી શકું તેમ નથી. તો હવે મારું નહીં આવવાનું શું કારણ બતાવું ? માટે એ બધી વાત એમને એમ રહેવા દો. પણ ઉઠો, મારી આગળ થાઓ, ને થોડાક પગલા આગળ મરો ને આજ તમારા ભાઈનું દર્શન કરો. જેણે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી છે, જેણે વિદ્યાધરોનું પણ ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું છે. અને હજારો વિદ્યાધરો જેના ચરણકમળમાં સેવી રહ્યા છે.