________________
૧૨૨ પછી જરા દૂર ખસી તે બારીમાં બેઠો.
સમર૦-“મિત્ર ગંધર્વક ! તારી યાદદાસ્ત સારી છે. જોતાં વંત જ તે મને ઓળખી લીધો. તે તદન ભૂલી જ ગયો હોઈશ એમ જ અમે આજ સુધી ધારતા હતા. કેમકે તે દિવસે બગીચામાં કુમારને તેં કહ્યું હતું કે—કાલે જ પાછો વળી તમને મળીશ.” એમ કહી સુવેલ તરફ ગયો તે ગયો જ પાછો આવ્યો જ નહીં. તેમજ ક્ષેમકુશળતાના સમાચાર પણ કહેવડાવી અમારા મનને ધીરજ ન આપી. માત્ર ઉલટા અમને ચિંતામાં નાખ્યા, કે “એમનું શું થયું હશે ? કંઈ આપદા નડી હશે કે જેથી હજુ સુધી આવ્યો નહીં. આવીને આવી તારી ચિંતા કરતાં આટલા મહીનાઓ વીતી ગયા. કહે તો ખરો, કેમ ન આવ્યો ? તું ખરેખર અમને ભૂલી જ ગયો હતો, કે કંઈ વચમાં કામ આવી પડ્યું હતું ? કે મૂસાફરીથી થાક લાગ્યો હતો, કે કંઈ શરીરની અસ્વસ્થતા હતી ?
અમારી પાસેથી નીકળી તું તે જ દિવસે સુવેલાચળ પર્વત પહોંચ્યો હતો ? દેવ વિચિત્રવીર્યને ચિત્રલેખાનો સંદેશો આપ્યો હતો ? ગંધર્વદત્તા પાસે જઈ આવ્યો ? મેં આપેલો કાગળ તેની પુત્રીને આપ્યો હતો ? કાંચીમાં કેટલો વખત રોકાયો હતો ? કોઈ તિલકમંજરી યોગ્ય રાજકુમાર મળ્યો કે નહીં ? તારો સહાયક ચિત્રમાય ક્યાં છે ?
આ પર્વતનું નામ શું છે ? આ સરોવર કોણે ખોદાવ્યું છે? કલ્પવૃક્ષોથી ભરપુર આ બગીચામાંનું મંદિર કોણે કરાવ્યું છે? આ મઠ ઉપર કોણ રહે છે ? કે જેની સાથે હમણા જ વાતચીત કરી તું આનંદમાં હતો ?”