________________
૧૧૯ જોયેલા એવા એવા અભૂતાશ્ચર્યો ક્ષણવારમાં જોઈ શકાય છે. ઓહો ! પ્રથમ તો કેવું સુંદર સરોવર જોયું ? આ બગીચો જોયો, તેમાં વળી આ જીનાયતન જોયું ? હવે શું બાકી રહી જાય છે ? ' હવે દર્શનીય વાતોને મુદ્રાદેવી છે, તેજસ્વી વાતોની હવે તો શાંતી કરવી છે, આશ્ચર્ય દર્શનને હવે જલાંજલી આપવી છે. આંખે પાટો જ બાંધી દેવો છે. મનુષ્યના કર્મના પરિણામો કેવી રીતે જાણી શકાય ? જાણીનેય વર્ણવવા કઈ રીતે ? વર્ણવીને બીજાને કઈ યુક્તિથી ઠસાવવા ?
ખરે દેવો છેતરાયા છે. કે આ સ્થળ છોડી સ્વર્ગમાં રહેવા ગયા છે. આ પારેવાઓ પૂર્વભવમાં શું સુકૃત કર્યું હશે? તિર્યંચો છતાં પણ આ વિમાન જેવા મંદિરમાં દેવ માફક નિવાસ કરી રહ્યા છે.
કેવા ભાગ્યશાળીએ આ બનાવડાવ્યું હશે ? કોણે બનાવ્યું હશે ? આટલા બધા રત્નો ક્યાંથી મળ્યા હશે ? અત્યન્ત સમૃદ્ધિવાળો છતાં કોઈપણ મનુષ્ય તો આવું બંધાવી શકે જ નહીં. વિશ્વકર્મા સિવાય આવી કુશળતા બીજા શિલ્પીની સંભવતી જ નથી. મેરૂપર્વત સિવાય આટલા બધા રત્નો પણ ક્યાંય મળતા હોય એમ સાંભળ્યું જ નથી. બસ હવે હું એટલા નિર્ણય પર તો આવી શકું છું કે–આ કોઈ દેવે જ બનાવ્યું હશે. એ પણ સાથે સાથે કહું છું કે જેણે આ મંદિર બનાવડાવ્યું હશે તેણે જ આ સરોવર પણ ખોદાવ્યું હશે. અને આ જે પ્રશસ્તિ લખી છે તે પણ તેનો જ વૃત્તાન્ત હોવો જોઈએ. પણ અઢાર લીપિ સિવાયની આ લીપિ છે, તેથી અક્ષરો સ્પષ્ટ છતાં વાંચી શકાય