________________
૪. એ હરિવહન કોણ ?
અષ્ટાપદ પર્વતની પશ્ચિમે, વૈતાદ્યની નજીક એકશૂગ નામનો પહાડ છે. તેના પર ફરતાં એક દિવસે સમરકેતુએ અંદષ્ટપાર નામનું સરોવર જોયું, એ રમણીય સરોવર જોઈ તે વિચાર કરવા લાગ્યોઃ
ખરેખર આ સરોવર ઘણું જ સુંદર છે. આવું સુંદર સરોવર મેં ક્યાંય જોયું નથી. આનાથી હારી જઈ સમુદ્ર પૃથ્વીને છેડે જઈ વસ્યા છે.” | સરોવર તરફ ચાલ્યો, વસ્ત્રો ઉતારી પાણીની અંદર પ્રવેશ કર્યો, ખુબ નાહ્યો, ઘણીવાર સુધી તર્યો, બહાર નીકળી કિનારે લતા મંડપમાં એક શીલા તલ પર બેઠો. જરા પાંસુ ઢાળ્યું, થાક બહુ લાગ્યો હતો ને સ્નાન કર્યું હતું તેથી મીઠી નિદ્રા આવી ગઈ. સ્વપ્ન આવ્યું, કલ્પલતાથી વીંટાયેલ પારિજાત વૃક્ષ સ્વપ્નમાં જોયું. પોતાની સાથે જ જાગ્યો, અને નિશ્ચય કર્યો કે સારી સંપત્તિ ભોગવતા મારા મિત્રને હું હવે થોડા જ વખતમાં જોઈશ.”
સ્વપ્ન સંબંધી વિશેષ વિચાર કરે છે તેવામાં ગોડાઓનો હણહણાટ સાંભળ્યો.
અહો ? આ પહાડી ભૂમિમાં મનુષ્યનો સંચાર નથી ને આ હણહણાટ ક્યાંથી સંભળાય છે ? નજીક કોઈ શહેર હશે? અથવા કોઈ રાજાની છાવણીએ પડાવ નાંખ્યો હશે ? અથવા કોઈ મુસલમાન (સ્લેચ્છ) રાજાનો કુમાર શિકાર કરવા નીકળ્યો હશે ? કે આકાશમાંથી સૂર્યના ઘોડાઓમાંના કોઈ આ સુંદર પ્રદેશ જોવા આવેલા હશે ?”