________________
૧૧૫
સુમસામ જણાયું એટલે બહાર નીકળી કુમારને શોધવાની પ્રતિજ્ઞા કરી ઉત્તર દિશા તરફ ચાલ્યો.
આખી રાત આડે રસ્તે ચાલ્યા કર્યું. પ્રાત:કાળ થયો. છેવટે મધ્યાહ્ન થયો એટલે એક ટેકરા પર ઘટાદાર ઝાડના છાંયડા તળે વિસામો લીધો. થાક ઓછો થયો એટલે ઉઠ્યો. પાસેની નદીમાં સ્નાન કરી લીધું. થોડાંક ફળો લાવી ક્ષુધા શાંત કરી લીધી. છેવટે સાંજ થઈ એટલે કોઈ ગુફામાં પેશીને સુતો.
સવારમાં વહેલો ઉઠી ફરી ચાલવા લાગ્યો, ને એક મહાજંગલમાંથી રસ્તો કાપતાં સાંજે ફરવા આવેલો કામરૂપ દેશના રાજાનો નાનો ભાઈ મિત્રધર મળ્યો.
“અરે ! આ કોણ ?' પ્રણામ કરી પૂછ્યું. “યુવરાજ? કેમ આમ એકલા ? શી આ દશા ? કુમાર કુશળ છેને ?” આ પ્રમાણે પુછ્યું એટલે એકાંતમાં બેસી કુમારના અપહારની બધી બીના કહી.
મિત્રધર આ સમાચાર સાંભળી બહુ દિલગીર થયો. છેવટે સમરકેતુને ઉઠાડી પોતાને ત્યાં લઈ ગયો. ને હરિવહન પ્રમાણે જ તેનો સત્કાર કર્યો.
સવારમાં જવા માટે તૈયાર થઈ ગયો. ઘણુંએ રહેવા સમજાવ્યો પણ છેવટે એકલો ચાલી નીકળ્યો. મિત્રધર થોડે સુધી વળાવી પાછો ઘેર આવ્યો.
આ રીતે ઉત્તર દિશા તરફ ભ્રમણ કરતાં છમાસ વીતી ગયા.