________________
૨. દુઃખીને દિલાસો
પ્રાતઃકાળના સૂર્યથી પ્રકાશિત જગત્ ચિતા સમાન સળગતું જોઈ ફરીથી શોકમાં ગરકાવ થઈ, ખિન્ન થયેલા રાજાઓને બોલાવ્યા. તેઓ આખી રાત જાગ્યા હતા અને રોઈ રોઈ તેઓની આંખો લાલ થઈ ગઈ હતી. તેઓ આવીને નીચું જોઈ બેઠા. તેઓની સામે ક્ષણવાર જોઈ હાથ જોડી કુમારબોલ્યો–
“અરે ! રાજા રાણાઓ ! કેમ આમ દિલગીર થાઓ છો ? તમે તમારાં કામ કેમ કરતા નથી ? કુમા૨ માટે જે કરવાનું હતું તે તમે કરી ચુક્યા છો. પાછળ જઈને આખો દિવસ ગાળ્યો છે. તે તે જંગલમાં પગીયો સાથે શોધ પણ કરી છે. મળવાની આશાએ ત્રણ દિવસ સુધી ભૂખને તરસ વેઠી છે. હવે તમે શું કરો ? તમારો ગર્વ આજથી અસ્ત પામ્યો છે. બળવાન વિધિ આગળ કોનું ચાલે તેમ છે ? કુમાર આપણાથી દૂર ગયો.હવે એની ચિંતા કરવાની છોડી દ્યો. હવે જે કરવાનું હોય તે કરો.
આજ તમે બધા કમલગુપ્ત સાથે અયોધ્યા તરફ જાઓ. કુમારે મેળવેલ ધન લઈ જઈ કોશલાધિપતિને સોંપો. અને અનન્યચિત્તથી તેમની જ સેવા ઉઠાવો.
મારી આશા હવે સર્વથા છોડો. કેમકે જ્યારે હું આવ્યો ત્યારથી જ મહારાજાએ મને કુમારનો સેવક બનાવ્યો છે. તો તેના વિના ક્ષણવાર પણ હું રહી શકું તેમ નથી. તમે આગ્રહ કરશો તો પણ અહીંથી એક પગલું પાછો આવવાનો નથી. માટે મને હવે પ્રાણ ત્યાગ કરવાની અનુમતિ આપો કે હું કુમારના