________________
“પરિતોષ ! આ કાગળ કમલગુપ્તને ક્યારે અને ક્યાંથી મળ્યો ?”
પરિતોષ-“વિનવું છું, યુવરાજ ! સાંભળો, પરમ દિવસે ‘કુમારનો પત્તો નથી” એવી વાત સાંભળી આખું સૈન્ય શોકાતુર થઈ ગયું. સેનાપતિ પણ એકદમ ઝંખવાણા પડી ગયા. પોતાના તંબુના આંગણામાં નીચું મુખ રાખી બેઠા હતા અને કુમારને મેળવવા અનેક યુક્તિઓનો વિચાર કરતા હતા. આંખમાં આંસુ ભરાયા હતા. જરા નજર આગળ પડી એટલે એક કાગળ હાથમાં આવ્યો, તે ખોલ્યો, કુમારના હસ્તાક્ષર જોઈ માથે ચડાવ્યો, પછી હર્ષભેર દરેકના સાંભળતાં વાંચી સંભળાવ્યો.
“સ્વસ્તિ, અટવીમાંથી લીવ કુમાર હરિવહન. લોહિત્ય નદીના કિનારા પર રહેલા પરમ મિત્ર સમરકેતુ, કમલગુપ્ત વગેરે રાજા મહારાજાઓને સાદર જણાવું છું કે-હું કુશળ છું. તમારે સૈન્યનો પડાવ ત્યાંજ કેટલાક દિવસ સુધી રખવો. માતાપિતાને મારા અપહારના સમાચાર ન પહોંચે, તેને માટે ખાસ કાળજી રાખવી.''
કાગળ સંકેલતા ચારે તરફ જોઈ પૂછ્યું “ભાઈઓ ! કુમારશ્રીનો આ પત્ર કોણ લાવ્યું ?'
કોઈપણ હલકારે એમ ન કહ્યું કે “મેં આપ્યો છે. ત્યારે વિસ્મય પામી પાસેના મુસદીઓ સાથે કંઈક વિચાર કરી કુમાર ઉપર એક પત્ર લખી કાઢ્યો. મણિમય ટેબલ પર મૂક્યો. જરા બહાર નીકળી બે હાથ જોડી આદરપૂર્વક નીચે પ્રમાણે કહ્યું
હે ! મનુષ્યલોકમાં વિહાર કરનારા દેવો ! પરિવાર સહિત મારી આ પ્રાર્થના મહેરબાની કરીને સાંભળશો. ભરતવંશના