________________
૧૦૯
છેલ્લા સમાચાર સાંભળવા આ જગત પર ન રહું. મને મળવાની ઈચ્છાવાળો મારી વાટ જોઈ ન રહે ત્યાં સુધીમાં હું તેને જન્માન્તરમાં મળી જાઉં. માટે મને અનુમતિ આપો.''
એટલું કહી ચિતામાં બળી મરવા નદીના કિનારા તરફ ચાલ્યો ગયો. આક્રંદ કરતા લોકો પાછળ પાછળ જવા લાગ્યા.
એવામાં હર્ષ નામનો દ્વારપાળ આવ્યો અને બોલ્યો
‘કુમાર ! જરા સામે તો જુઓ, મહેરબાની કરો. કમલગુપ્ત પાસેથી આવેલો અપરિતોષ નામનો હલકારો કુમારના કુશળ સમાચાર જણાવવા ઈચ્છે છે.’’
આ શબ્દો સાંભળતાં જાણે કાનમાં અમૃત વર્ષાં હોયની, અંધકારમય પાતાળના કાદવમાંથી જાણે બહાર કાઢ્યો હોયની, આશીવીષ સર્પના વિષની મૂર્ચ્છમાંથી જાણે બચ્યો હોયની, તેમ અત્યંત આનંદમાં આવી ગયો અને તે પુરૂષને પાસે બોલાવી સન્માનપૂર્વક કહ્યું:
“ભદ્રમુખ ! પરમ મિત્ર કમલગુપ્ત કુશળ છે ને ?”’ ‘આપનું આરોગ્ય જોઈને કુશળ છે.” એમ કહી પરિતોષ સેવક માફક નમી પડ્યો. અને ખેસને છેડેથી એક પત્ર છોડી તેના હાથમાં આપ્યો.
સમરકેતુએ તે લીધો, થોડીવાર તેની સામે જોઈ રહ્યો. પછી પત્ર ખોલી સર્વના સાંભળતાં વાંચી સંભળાવ્યો.
વાંચી રહ્યા પછી માથે ચઢાવી, બીડી લઈ શય્યાપાલકના હાથમાં આપ્યો, ને હર્ષથી બોલ્યો