________________
૭. ઉત્કંઠિત હૃદયના ચાળા
ત્યાં કામદેવના મંદિર પાસેની વાવને કાંઠે બેઠો. કમળના ક્યારામાંથી પરાગ લઈ ઠંડો વાયુ ચાલ્યો આવતો હતો. હાથમાં તે ચિત્રનું પાટીયું લઈ કુશળ ચિત્રકારો સાથે, વાત સાંભળી ચિત્ર જોવાની લાલસાથી આવેલા નગરવાસીઓ સાથે ચિત્રની સુંદરતાનો વિચાર કરતાં બપોર થઈ ગઈ ત્યારે માન્ય પુરૂષોના કહેવાથી ઉઠ્યો અને આમ-તેમ ટહેલવા લાગ્યો. પછી સરળ પગથીએથી ઉતરી સ્નાન કર્યું. ગોરે લાવી રાખેલ પૂજા સામગ્રીથી સરયૂને કિનારે જ દેવાર્ચન કર્યું. થોડીવાર એકાંતમાં બેઠો તેવામાં રસોડાના અધિકારીએ આવી જમવા પધારવા વિજ્ઞપ્તિ કરી રસવતી મંડપમાં જઈ મિત્ર રાજકુમારો સાથે ભોજન લીધું. ચળુ કરી બીડી પીધી. (આવ્રતધૂપ ધૂમ વર્તિ:) તામ્બુલ ગ્રાહિણીએ પાન બીડું તૈયાર કરી આપ્યું. તે લીધું ને સૌ મિત્રોને પણ પાન આપવામાં આવ્યું. વાર્તા વિનોદમાં ત્યાં જ થોડો વખત નીકળી ગયો.
દિવસ નમ્યો એટલે વળી તિલકમંજરી યાદ આવી એટલે ગંધર્વકની આવવાની આશાએ ક્રીડાપર્વતના શિખર પર ચડી તેના માર્ગ તરફ ધારીધારીને જોવા લાગ્યો. એક નોકરના ખભા પર અંગ ટેકવીને ઉભો રહ્યો. છત્રધારે છત્ર પકડી રાખી મુખ પ૨ આવતા આતાપનું નિવારણ કર્યું. અવસર મળ્યો જાણી બગીચાના રખેવાળો આવી નમ્રતાપૂર્વક ખુશામત કરતાં કહેવા લાગ્યા કે—“બાપૂ ? જુઓ, આ લતામંડપ, આ ઝાડોનું ભુંડ, આ પાણીની નીકો, આ નદીઓ પર પૂલ બાંધ્યા તે તો જુઓ. આ ફૂવારાઓ નવી ફેશનના બનાવ્યા છે, ને પહેલા કરતાં બહુ જ