________________
૧૦૫
જ્યારે તેના ગાત્રો ઢીલાં થઈ ગયાં, અને સૂંઢ ઢીલી કરી આનંદના આંસુ સારવા લાગ્યો ત્યારે ભેટ બાંધી કુમાર સપાટાબંધ તેની પાસે જઈ પહોંચ્યો, અને દંતશૂળ પર પગ મુકી ઉપર ચડી ગયો. ચડ્યો કે તરત જ તે હાથી ગીતનો આનંદ છોડી નાઠો. ‘અંકુશ લાવો, અંકુશ.' એવી કુમારની બુમ સાંભળી હાથમાં ચાબુક લઈ કેટલાક માણસો પાછળ દોડ્યા. ‘આ જાય, અહીંથી નાઠો, અહીંથી નાઠો,' એમ લોકો બુમ પાડતા જ રહ્યા ને હાથી એકદમ અદૃશ્ય થઈ ગયો.
‘“ચાલો, ચાલો,'' એમ બુમ પાડતા કેટલાક ઘોડેસવારો પાછળ પડ્યા, કેટલાક હાથમાં મોટા મોટા દોરડા લઈ પાછળ દોડ્યા, કેટલાક મોટી મોટી લાકડીઓ લઈને પાછળ દોડ્યા. સમરકેતુએ પણ ખાડા ટેકરા જોયા વિના ઘોડો પાછળ મારી મુક્યો. ‘‘હાથીના મદમાં લુબ્ધ ભમરાઓ આ જાય, જુઓ ઘંટા સંભળાય છે, આ નદી કાંઠે કાદવમાં પગલાં પડ્યાં છે,' આવી રીતે આગળ ચાલતા સૈનિકોની બુમથી પાછળ પાછળ દોડ્યા ગયા, એમ આખો દિવસ જંગલમાં વિતાવ્યો.
સાંજ પડવા આવી, એટલે એક નદી કિનારે રાજકુમારો સાથે વાસ કર્યો. જ્યારે રાજપુત્ર મળવાની આશા ઓછી જણાઈ ત્યારે બહુ આગ્રહ કર્યો છતાં સમરકેતુએ જરા પણ ખાધું નહીં. ગાઢ ચિંતામાં પડી ગયો, અને સમાધિસ્થ પ્રમાણે મૌન બેસી રહ્યો. સુવાવેળા થઈ એટલે ઝાડ નીચે ઘોડાની પીઠ ઉપરનું ચાંબડું પાથરી બેઠો, ને કુમાર સંબંધી ચિંતા કરતાં કરતાં આખી રાત ગાળી.
સવાર પડી અને કુચ કરવાની તૈયાર કરી પણ ખબર