________________
૧૦૪ જઈ ગહન જંગલમાં પેશી ગયો, સવારમાં તપાસ કરતાં તેનો પત્તો લાગ્યો. છાવણીમાં લાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ પાછો વળતો નથી, માટે બહુ દૂર ન જાય, ભયંકર અટવીમાં પેસી ન જાય, જંગલી હાથીઓના ટોળામાં ભળી ન જાય, ત્યાં સુધી તેને પકડાવવા કોઈને હુકમ કરો.”
હરિવાહન- “બીજાને હુકમ કરવાની જરૂર નથી, હું જ પાછો વાળીશ.” એમ કહી આસનેથી ઉઠ્યો.
સૈન્યમાં કમલગુપ્તને રાખી, સમરકેતુને સાથે લઈ કેટલાક માવતો સાથે તે જગ્યાએ કુમાર આવ્યો. ત્યાં ભિન્ન ભિન્ન યુક્તિયો અજમાવતા તેણે માવતોને જોયા. તેવો વિચિત્ર હાથી જોઈ કુમાર બહુ આશ્ચર્ય પામ્યો, ને છેવટે તેને પકડવા ઘોડેથી
વા.
ઉતર્યો.
પાસે આવી બીતા બીતા એક નોકરે વીણા આપી. બીજા રાજકુમારો કહેવા લાગ્યા કે
કુમાર ! હાથી ભયંકર છે, સામાન્ય બાબતમાં જોખમમાં ઉતરવું સારું નથી. બીજા પાસે હાથી પકડાવીશું.”
પણ કોઈની દરકાર કર્યા વિના સમરકેતુની સાથે ચાલ્યો. હાથીની નજર ચુકાવી વેલાઓની એક ઘટામાં પેસી ગયો. હાથમાં વીણા લઈ ધીમે ધીમે તેના સુર મેળવી, વગાડવી શરૂ કરી. વીણાના સૂરો પ્રસર્યા, ચારે તરફ જંગલ શાંત બન્યું. હાથીના કાનમાં સૂરો ગયા ને તે સ્તબ્ધ થઈ ગયો. જાણે થાકી ગયો હોય, સુઈ ગયો હોય કે ખીલી લીધેલો હોય તેમ શૂન્ય ચૈતન્યવાળો થઈ ગયો.