________________
પંચમ પરિચ્છેદ ૧. કુમારનું હરણ
ત્યાંના મિત્ર રાજાએ આગ્રહ કરી કુમારને રોક્યો, એટલે ત્યાં પડાવ નાંખ્યો. આજુબાજુના રાજાઓને ખબર મળી એટલે ભેટણાં લઈ મળવા આવ્યા. તેઓ સાથે કોઈ કોઈવાર લોહિત્યનદ (બ્રહ્મપુત્રા) ને કિનારે કિનારે વનમાં ફરવા જતો હતો. ફરતાં ફરતાં હજારો શિકારી પશુઓ જોતો હતો. શિકારની ટેવવાળા રાજકુમારોના આગ્રહથી જ શિકાર તરફ મન વાળતો, પણ ક્રોધથી નહીં, કેમકે શસ્ત્રના જપાટામાં આવે ત્યારે તેઓને કરુણાથી છોડી દેતો હતો. તેનો મુખ્ય વિનોદ તો ઘણે ભાગે વીણા વગાડવાનો હતો.
એક દિવસે સવારમાં નદી કિનારે એક શિલા પર બેઠો હતો. ખોળામાં પ્રિયા માફક વીણા રાખીને તેના ઉપર કોમળ રીતે હસ્તાંગુલીનો સ્પર્શ કરતો હતો. ‘પેલા વનમાં રીંછોનું ટોળું ગયું, આ નદીની પાટમાં જંગલી પાડાઓ પડ્યા છે. પેલી ગુફામાં ભુંડો ભરાયા છે, ‘એવી એવી વાતો આવી આવીને નોકરો કહેતા, ને તે ધ્યાન દઈને સાંભળતો હતો. તેવામાં પુષ્કર માવતે આવી ખબર આપી કે—કુમાર ! એ ગીત ગોષ્ઠી મુકો, જલ્દી ઉઠો. આજ પાછલી રાતે વૈરિયમદંડ હાથી બીજા હાથીના મદનો ગંધ સુંઘી મદોન્મત્ત થઈ ગયો, ને બન્ધન તોડાવી નાશી