________________
૧૦૧ વાળી તેના ચક્ષુઓને ઠંડક આપવા ચારે તરફ જમીન હરિયાળી કરી દીધી. પ્રથમ વરસાદથી ઠંડા બનેલ કદમ્બ વાયુઓ કુમારને શાંતિ આપવા લાગ્યા. તિલકમંજરીને તેના મનનો રણરણાટ કહેવા રાજહંસો ઉત્તર દિશા તરફ ઉડી ગયા. તેની વિરહવેદના શાંત કરવા અશક્ત નિવડેલા કમલીનીનાવનો પાણીથી ભરપૂર વિલાસની નદીઓમાં શરમથી ડુબી ગયા. તેની પીડા જોઈ વનના ઝાડો પલ્લવરૂપી ચક્ષુઓ દ્વારા ટીપાંના બાનાથી અશ્રુ સારવા લાગ્યા. સ્વભાવથી આકરા પોતાના કિરણોને ઠંડા કરવા સૂર્ય પાણીથી ભરપુર વાદળાંઓના ઉદરમાં પડ્યો રહ્યો. વારંવાર બાણમારી અકળાવતા કામદેવને શાંત પાડવા કેતકીના વનોએ ફૂલનાં ગુચ્છાઓના પુડીયાઓ ધર્યા.
તેને વિનોદ આપવા આખો દિવસ કેકારવ કરી મયૂરો કળા ચઢાવી નાચવા લાગ્યા. આ રીતે ગ્રીષ્મ કરતા પણ અત્યન્ત દુઃસહ વર્ષાઋતુના દિવસો તેણે ગાળ્યા.
એમ કરતાં શરદઋતુની શરૂઆત થઈ ગઈ. છતાં ગંધર્વક આવવાની આશા જણાઈ નહીં, અને તિલકમંજરીના નિરંતર સ્મરણથી વિહ્વળ થઈ ગયેલો રાજકુમાર ઘરમાં રહેવાથી કંટાળી ગયો. છેવટે મંત્રીઓ દ્વારા પિતા પાસે પોતાના દેશમાં ફરવા જવા રજા મંગાવી.
આજ્ઞા મળી કે તુરત તૈયારી કરી સમરકેતુ વિગેરે રાજકુમારો સાથે શુભ દિવસે પ્રયાણ કર્યું.
તેને દેશમાં ફરતાં “આ ઉદ્ધત રાજાઓને કેદ કરવાનો મન્દરક પહાડ, પેલી સરાવતી નદી, પેલું દિગ્યાત્રા વખતે ખુદ મહારાજાએ ખોદાવેલું તળાવ, પેલું સુરાનંદ મંત્રીએ બનાવડાવેલું