________________
૯૭
છે, પણ રાગી પ્રાણીના નરકપાતનો વિચાર નથી આવતો. કેળના સ્તંભ જેવા તેના સાથળના ઘેરાવાનો વિચાર થાય છે. પણ શરીરના વિનાશિત્વનો વિચાર થતો જ નથી. હૃદયવાસી તેના પયોધરનું અવધારણ કરે છે, પણ હૃદય, વાસિપુત્રસ્ત્રીઆદિ દુઃખના નિમિત્ર છે એમ અવધારણ થતું નથી. મધ્યસ્થ (મધ્યમાં રહેલ) તેની નાભિની વિચારણા થાય છે પણ મધ્યસ્થ ભાવનાની વિચારણા થતી નથી. તેના અધર પ્રવાલનું ધ્યાન થાય છે. પણ ભોગસુખનું ધ્યાન થતું નથી. તેના ચક્ષુઓના વિસ્તારનો તર્ક થાય છે પણ સંસારના વિસ્તારનો લેશમાત્ર નહીં. તેણીનો ભૂભંગ યાદ આવે છે, પણ નસીબની ઘટનાઓ યાદ આવતી જ નથી.
અરે ! મેં ઘણી સુંદર સુંદર રાજકન્યાઓ જોઈ છે, અનેકના વિલાસોની વાતો સાંભળી છે, પણ કોઈએ મારું મન ખેંચ્યું નથી કે જેવું આણે ખેંચ્યું છે.
હવે શું કરવું ? કયો માર્ગ લેવો ? તેને જોવાથી દિવસે દિવસે વધતી અભિલાષા કઈ રીતે પુરી કરવી ? આ મનનું દુ:ખ કોને કહેવું ? કોની સાથે કર્તવ્યાકર્તવ્યનો વિચાર કરવો? તે દેશમાં જવાના સરળ ઉપાયો કોની બુદ્ધિ બતાવશે ? કોની સહાયથી તેની સાથે સમાગમ થઈ શકશે ?
જો દૈવ અનુકૂળ હોય ને તે વિદ્યાધર બાળક આવે, મારી સાથેનો પરિચય ભૂલી ન જાય, મારા તરફ પક્ષપાત કરે, અને મારી પાસે આવે, પોતાની કબુલાત પાળે, મારી છબી તેની દૃષ્ટિએ લઈ જાય, મારા ખુબ વખાણ કરે, તે પણ તેનું વચન માને, તેનું મન મને જોવા ઉત્કંઠિત થાય, અને તે વિદ્યાધર
બાળકને પોતાની પ્રીતિ જાહેર કરવા મોકલે તો બેડો પાર !!''