________________
૬. મનોરથ માળા
દિવસના કૃત્યોથી પરવારી એકાન્તમાં વિદ્યાધર રાજપુત્રીનું ચિત્ર જોઈ આખો દિવસ ગાળ્યો. જ્યારે અંધારૂં થવા લાગ્યું ત્યારે ઉઠ્યો ને સાંધ્ય કૃત્યોથી પરવારી રાજગઢમાં આવ્યો. દરવાજે ઉતર્યો કે તુરત સેવકવર્ગ પ્રણામ કર્યા. ત્યાંથી સાયંકાળની સભામાં બેઠેલા પિતાને નમી માતા પાસે ગયો. ત્યાંથી પોતાના મૂકામે પાછો આવ્યો અને દરેક પરિવારને વિસર્જન કર્યો. ત્યાંથી સુવાના ઓરડામાં ગયો. એકબાજુએ પલંગ બિછાવેલો હતો. તેના ઉપર સફેદ ઓચ્છાડ પાથરેલો હતો, તેના પર સુતો. વારાંગનાઓએ પગચંપી શરૂ કરી પણ કુમાર તો વ્યાકુલ ચિત્તથી ગંધર્વક સાથે થયેલી વાતચીતનો જ વિચાર કરતો હતોઃ
“અહા ! ચક્રસેનની પુત્રીનું રૂપ અદ્ભૂત છે. કેવું સુંદર ચિત્ર હતું ! ત્રિભુવનાતિશાયિ છતાં તે વિદ્યાધર બાળક કહેતો હતો કે એ તો લેશ માત્ર જ છે.' જો ખરેખર તેવું જ રૂપ હોય તો જગતમાં વિદ્યાધર જાતિ જ સર્વોત્કૃષ્ટ છે, સંસારે પોતાનું નિઃસારતારૂપ કલંક ધોઈ નાંખ્યું. અગનાના રૂપસંબંધી વિધિનું કલ્પનાબળ છેવટની હદે પહોંચ્યું. રંભા વગેરે અપ્સરાઓનું માન મર્દન થઈ ગયું. રાતના લાવણ્ય ગુણની ગણના આજથી બંધ પડી. ત્રિભુવનને એક અપૂર્વ જોવાનું દૃશ્ય મળ્યું છે. શૃંગારિઓનો પ્રેમસાગર બરોબર ખળભવાના. ભગવાન્ મકરકેતુની (કામદેવની) આજ્ઞા ચારે દિશામાં ફરી વળવાની.
નથી સમજી શકાતું કે- કયા ભાગ્યશાળીના શ૨ી૨ પ૨ એ ચપળાની કટાક્ષ દૃષ્ટિ પડવાની હશે ? કયા પુણ્યવાનના કંઠમાં